Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયબેન્કીંગ લોકપાલની પધ્ધતિ શંકાથી પર ન હોવાની સ્થિતિ !

બેન્કીંગ લોકપાલની પધ્ધતિ શંકાથી પર ન હોવાની સ્થિતિ !

3 વર્ષમાં 8 લાખ ફરિયાદ, માત્ર 3 કેસમાં સ્ટાફ દોષિત

- Advertisement -

દેશની જુદી જુદી બેન્કોની ફરિયાદો માટે બનાવાયેલા બેન્કિંગ લોકપાલ એક મજાક બનીને રહી ગયું છે. બેન્કિંગ લોકપાલથી લોકોને બેન્ક સંબંધિત ફરિયાદોમાં કોઈ મદદ તો ન મળી પણ બેન્કોને જરૂરથી રાહત મળી રહી છે. ગત 3 વર્ષમાં દેશની જુદી જુદી બેન્કો વિરુદ્ધ બેન્કિંગ લોકપાલને 8 લાખ 61 હજાર 159 ફરિયાદો મળી હતી પણ આ ફરિયાદોમાં ફક્ત 3 કેસમાં જ બેન્ક કર્મચારીઓને દોષિત ઠેરવાયા હતા. આ આંકડા ચોંકાવનારા છે. આ સંદર્ભમાં એક ઈન્ટર્નલ રિપોર્ટ તૈયાર કરી નાણામંત્રાલયને સોંપાયો છે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે દેશભરની જુદી જુદી બેન્કોની કામકાજ સંબંધિત ફરિયાદો, મોબાઈલ બેન્કિંગ, એટીએમ, ડેબિટકાર્ડ અને ક્રેડિટકાર્ડ તથા અન્ય બેન્ક સંબંધિત ફરિયાદો પર કાર્યવાહી માટે બેન્કિંગ લોકપાલની નિમણૂંક કરાય છે. લોકપાલને બેન્કો વિરુદ્ધ પ્રાપ્ત થતી ફરિયાદો અંગે તપાસ કરી તેનો નિકાલ કરવા અને દોષિત બેન્ક કર્મી વિરુદ્ધ કાર્યવાહીની ભલામણ કરવાનું હોય છે.

ગત 3 વર્ષ દરમિયાન દેશની 13 મુખ્ય બેન્કોથી બેન્કિંગ લોકપાલને 8 લાખ 61 હજાર 159 ફરિયાદો મળી હતી. આ ફરિયાદો પર તપાસ શરૂ કરાઈ. ગત 3 વર્ષોમાં 1 લાખ 3 હજારથી વધુ ફરિયાદો પુરાવા ન હોવા, ફરિયાદો યોગ્ય ન હોવા, ફરિયાદી દ્વારા કેસને ચાલુ ન રાખવા કે અન્ય કારણોથી ફગાવી દેવાઈ. જ્યારે આશરે 2 હજાર કેસમાં ફરિયાદો પરસ્પર સમજૂતીથી ઉકેલવામાં આવી. કેટલાક કેસમાં બેન્કિંગ ખામીઓને દૂર કરવાનો નિર્દેશ અપાયો અને અમુકમાં ફરિયાદીને રિવોર્ડ પણ અપાયું.

- Advertisement -

ચોંકાવનારી વાત એ છે કે ગત 3 વર્ષમાં ફક્ત 3 કેસમાં બેન્કિંગ લોકપાલને બેન્ક કર્મીની ભૂલ જણાઈ હતી અને તેમને દોષિત ઠેરવાયા. આટલું જ નહીં દોષિત ઠેરવવાના કેસમાં ફક્ત બે જ કેસમાં કાર્યવાહી કરાઈ. એક કેસમાં બેન્ક ઓફ બરોડાના દોષિત બેન્ક કર્મચારીને ચેતવણી નોટિસ અપાઈ અને ભવિષ્યમાં તેને ફરીવાર એવી ભૂલ ન કરવાની ચેતવણી આપી છોડી દેવાયો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular