Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતશામળાજી બાદ ગુજરાતના વધુ એક મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને જવા પર પ્રતિબંધ

શામળાજી બાદ ગુજરાતના વધુ એક મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને જવા પર પ્રતિબંધ

- Advertisement -

ગુજરાતના પ્રખ્યાત ધાર્મિક સ્થળ શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરમાં ટૂંકા કપડાં પહેરેલા ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. બે દિવસ પૂર્વે જ આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. ત્યારે આજે ગુજરાતના પ્રખ્યાત અંબાજી મંદિર ટ્રસ્ટ દ્રારા પણ મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવનાર વ્યક્તિઓને પ્રવેશવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

- Advertisement -

બનાસકાંઠામાં આવેલ અંબાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા ભક્તોને પ્રવેશ નહી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.અંબાજી મંદિર ટ્રસ્ટ દ્રારા મંદિરના પ્રવેશ દ્રાર પાસે બોર્ડ લગાવવામાં આવ્યો છે કે ભારતીય સંસ્કૃતિની ગરિમા જળવાય તેવા વસ્ત્રો પહેરીને જ મંદિર સંકુલમાં પ્રવેશ કરવા વિનંતી. ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિર સંકુલમાં પ્રવેશ ન કરવા વિનંતી. દેશમાંથી અલગ અલગ સ્થળો પરથી આવતા શ્રદ્ધાળુઓ બરમુડા, સ્કર્ટ જવા ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા હોય છે. આ કારણે મંદિરમાં અન્ય લોકો પણ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાતા હોય છે.

દેશ અને રાજ્યભરમાંથી હજારો પ્રવાસીઓ અંબાજી મંદિર ખાતે આવતા હોય છે. અંબાજી મંદિરમાં રોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. ત્યારે તમામ ભક્તજનોએ આ અંગે હવે સાવચેતી રાખવી પડશે. શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટની બેઠકમાં ટૂંકા વસ્ત્રો પહેરીને દર્શન પર પ્રતિબંધનો નિર્ણંય લેવામાં આવ્યો છે. હવે જો કોઈ પ્રવાસી ટૂંકા વસ્ત્રો પહેરીને આવશે અને દર્શન કરવા હશે તો તેને પીતામ્બરી આપવામાં આવશે. મહિલાઓ માટે પણ અલગ કપડાંની વ્યવસ્થા કરવામાં આવી છે. અંતે ઉલ્લેખનીય છે કે બે દિવસ પૂર્વે જ પ્રખ્યાત શામળાજી મંદિરમાં પણ ટૂંકા કપડાં પહેરેલા ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular