ભારતના ચૂંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022ના સંદર્ભમાં મતદાન અંગે સર્વેક્ષણ કરવા અને સર્વેક્ષણના પરિણામો પ્રસિધ્ધ કરવા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-1951 ની કલમ-126 (એ)ની પેટા કલમ-1 હેઠળ પ્રતિબંધનો સમયગાળો તા.12/11/2022 ના સવારના 8-00 વાગ્યાથી તા.05/12/2022ના સાંજના 6.30 વાગ્યા દરમ્યાન નક્કી કરતું તથા મતદાન પુરૂ થવાના કલાક સાથે પુરા થતા 48 કલાકના સમયગાળા દરમ્યાન મતદાન અંગેના અનુમાનો સહિતની કોઇપણ ચૂંટણી સંબંધી સામગ્રી કોઇપણ ઇલેક્ટ્રોનિક માધ્યમો પરથી પ્રસારીત કરવા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-1951ની કલમ-126(1)(બી) હેઠળ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.