જામનગરમાં વામ્બે આવાસ કોલોની પાસે વસવાટ કરતા દિલીપભાઈ રમેશભાઈ વરણ ધ્વારા સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ જાહેર કરેલ કે, તા.7/8/ર0ર1ના રોજ ફરીયાદીના પડોશી મહેશભાઈ આલાભાઈ ચાવડા આરોપી અજય ભુપતભાઈ સોઢા અને રોહીત ભુપતભાઈ સોઢાએ મહેશભાઈ ચાવડા ગણપતનગર રેલ્વે પાટા પાસે લીમડાના ઝાડ પાસે બેઠા હતા તે દરમ્યાન આવી અને અહી તમે બેસો છો અને છેડતી કરોછો તે રીતે વાતચીત કરી અને ગાળો કાઢેલ હોય, જેથી ફરીયાદી દીલીપભાઈ વરણ આરોપીઓ સાથે સમાધાન કરવા માટે ગયેલ આ દરમ્યાન આરોપી અજયભાઈ રોહીતભાઈએ ફરીયાદીને માર મારેલ અને આ દરમ્યાન કોઈ અજાણી સ્ત્રી ધ્વારા પણ ફરીયાદીને ઢીકાપાટુનો માર મારી જાતી વિરૂધ્ધ અપમાનીત કર્યાની ફરીયાદ આરોપીઓ સામે દાખલ કરી હતી. જેમાં આરોપી સામે સ્પેશ્યલ એટ્રોસીટી એકટનો ગુન્હો પણ દાખલ થયો હતો. જેમાં અજાણી સ્ત્રી તરીકે સહ આરોપી ભુપત સોઢા ત્થા રોહીત સોઢાના ભાભી હોવાનું તપાસમાં ખુલેલ આમ, તપાસમાં આરોપી ગીતાબેન ધર્મેશભાઈ સોઢાનું નામ ખુલતા આરોપી ગીતાબેન ધ્વારા નામ઼ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ્ા આગોતરા જામીન મુક્ત થવા માટેની અરજી દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે તમામ દલીલો અને રજુઆતો અને પેપર્સ ધ્યાને લઈ અને આરોપી તરફે થયેલ રજુઆતો માન્ય રાખી અને આરોપી જામીન મુક્ત કરવાનો હુકમ ફરમાવેલ છે. આ કેસમાં આરોપીઓ તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, પ્રેમલ એસ. રાચ્છ, વિશાલ વાય. જાની, હરદેવસીંહ આર. ગોહીલ, તથા રજનીકાંત આર. નાખવા રોકાયેલા હતા.