Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરનજીવી બાબતમાં હુમલો કરનાર આરોપીના જામીન મંજૂર

નજીવી બાબતમાં હુમલો કરનાર આરોપીના જામીન મંજૂર

- Advertisement -

તા. 4-11-22ના રોજ આરોપી ફિરોઝ શહિદ-એ-કરબલા ચોકમાં કોઇ છોકરાઓને કોઇ કારણ વગર મારતો હતો. તેને ફરિયાદીના ભાઇ રમઝાને કારણ વગર છોકરાઓને કેમ મારશ તેમ રોકતા આરોપી ઉશ્કેરાઇ જઇ અને આ રમઝાનને ધમકી આપેલ કે, અહીંયાથી ઘરે ચાલ્યો જા નહીં તો સારી વાત રહેશે નહીં. તેમ ધમકી આપતા રમઝાન ઘરે આવી ગયેલ આ દરમિયાન રાત્રીના આઠેક વાગ્યે ફિરોઝ તેમના સાથે એલીયાસ હારુ, જાકુબ હારુન તથા જાવેદ મુસા ફિરોઝના ઘરે આવેલ અને રમઝાન કયા છે તેમ કહી અને ઝઘડો કરવા લાગેલ અને આ ઝઘડો રોકતા આરોપીઓ ઉશ્કેરાઇ જઇ અને જેમ ફાવે તેમ ભુંડી ગાળો બોલવા લાગેલ અને આ દરમિયાન ફિરોઝ તથા એલીયાસ તથા જાવેદ ફરીયાદી સલીમ અબ્દુલભાઇ ધુમરાને માર મારવા લાગેલ. જાકુબના હાથમાં રહેલી તલવાર વડે ફરીાયદીને માથામાં હુમલો કરી અને ઇજાઓ પહોંચાડેલ હતી. આ બાબતની ફરિયાદ દાખલ કરતા આરોપીઓની અટક કરવામાં આવી હતી અને આરોપીઓને જેલ હવાલે કરવામાં આવી હતી.

- Advertisement -

આ આરોપીઓ જેલ હવાલે થતાં તેમની જામીન અરજી દાખલ કરી હતી. તમામ રજૂઆતો ધ્યાને લઇ અને આરોપીઓને જામીન મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઇ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહિલ, રજનીકાંત નાખવા તથા નિતેશ મુછડીયા રોકાયેલા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular