Monday, February 2, 2026
Homeરાજ્યજામનગરબહાદુરભાઈ કોઠારી કપ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ - VIDEO

બહાદુરભાઈ કોઠારી કપ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ – VIDEO

રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ તૈમના પતિ અને ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના ‘હોમ પીચ’ પર બેટિંગ કરી મેચનો કર્યો શુભારંભ

જામનગરના અજીતસિંહ ક્રિકેટ પેવેલીયન ગ્રાઉન્ડ ખાતે બહાદુર કોઠારી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટનું ગઇકાલે રવિવારે પ્રારંભ થયો હતો. રાજ્યમંત્રીએ આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કર્યુ હતું. આ તકે રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ પણ બેટીંગ પર હાથ અજમાવ્યો હતો.

- Advertisement -

 

 

- Advertisement -

જામનગરમાં બહાદુરભાઇ કોઠારી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. અંદાજીત બે મહિનાથી વધુ સમય સુધી આ ટુર્નામેન્ટ યોજાનાર છે. જેમાં 20 થી વધુ ટીમો ભાગ લઇ રહી છે. તેમજ પ્રથમ વખત મહિલા ટીમનો પણ સમાવેશ કરાયો છે. જામનગરના અજીતસિંહ ક્રિકેટ પેવેલીયન એટલે કે ક્રિકેટ બંગલા ખાતે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેનો ગઇકાલે રાજ્યમંત્રી રીવાબા જાડેજા દ્વારા ઉદ્ઘાટન કરી પ્રારંભ કરાયો હતો. આ તકે મંત્રી ઉપરાંત મેેયર વિનોદભાઇ ખીમસૂર્યા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસક પક્ષના નેતા આશિષભાઇ જોષી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખો મુકેશભાઇ દાસાણી, નિલેશભાઇ ઉદાણી, ડો. વિમલભાઇ કગથરા, જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ અજયભાઇ સ્વાદીયા, ઉપપ્રમુખ વિનુભાઇ ધ્રુવ, જોઇન્ટ સેક્રેટરી ભરતસિંહ જાડેજા, કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ, ખજાનચી જયેશભાઇ મારફતીયા, સી.પી. બક્ષી, જીતુભાઇ પંડયા, નરેનભાઇ કણજારીયા, બહાદુરભાઇ કોઠારી ફેમેલી, યાસીકુમારીબા રાજેન્દ્રસિંહ જાડેજા, હેતલબેન વજાણી, રીનાબા ઝાલા, નિશાબેન અસ્વાર, મનીષાબેન સુબડ સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. તેમ એસોસીએશનના મીડીયા ઇન્ચાર્જ ભરતભાઇ મથ્થરે જણાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular