જામનગરમાં ગઇકાલે અયપ્પા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં મયુરનગર પાસે આવેલ અયપ્પા ટેમ્પલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હિન્દુ કેરાલા સંપ્રદાય દ્વારા આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેરાલા સંપ્રદાયના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શોભાયાત્રા સહિતના ધાર્મિક આયોજનોનો લાભ લીધો હતો.