Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરબ્રાસ ઉદ્યોગમાં ઉર્જા બચત ક્ષેત્રે પાર્ટનર એસો. તરીકે કરેલી ઉત્કૃષ્ઠ કામગીરી બદલ...

બ્રાસ ઉદ્યોગમાં ઉર્જા બચત ક્ષેત્રે પાર્ટનર એસો. તરીકે કરેલી ઉત્કૃષ્ઠ કામગીરી બદલ જામનગર ફેકટરી ઓનર્સ એસો.ને રાષ્ટ્રીય એવોર્ડ એનાયત

- Advertisement -

જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશનને બ્રાસ ઉદ્યોગમાં ઉર્જા-બચત ક્ષેત્રે પાર્ટનર એસોસિએશન દ્વારા કરવામાં આવેલી ઉત્કૃષ્ઠ બદલ રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

- Advertisement -

ભારત સરકાર દ્વારા દેશના વિવિધ કલ્ટરોમાં ઉર્જા-બચત તથા તેના કાર્યક્ષમ વપરાશ બાબતના પ્રોજેકટ ચલાવવામાં આવી રહ્યા છે. જે અનુસંધાને બ્રાસ સિટી જામનગરના બ્રાસઉદ્યોગમાં ઉર્જા બચત તથા તેના કાર્યક્ષમ વપરાશ માટે મિનસ્ટ્રી ઓફ પાવર યુનિડો તથા બ્યુરો ઓફ એનર્જી એફિસીયન્સી દ્વારા જામનગર ફેકટરી ઓનર્સ એસોના સહયોગથી એક પ્રોજેકટ ચલાવવામાં આવી રહ્યો હતો. આ પ્રોજેકટ સફળતાપૂર્વક પૂર્ણ થતા મિનીસ્ટ્રી ઓફ પાવર તથા મિનીસ્ટ્રી ઓફ એમએસએમઈ તથા અન્ય વિભાગોના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ગત તા.9 ડિસેમ્બરના રોજ નવી દિલ્હીની હોટલ ઓબોરોય ખાતે એવોર્ડ વિતરણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ પ્રોજેકટના પાર્ટનર એસો. તરીકે જામનગર ફેકટરી ઓનર્સ એસો.ના પ્રમુખ લાખાભાઈ કેશવાલા તથા માનદ મંત્રી મનસુખભાઈ સાવલાએ ઉપસ્થિત રહી આ એવોર્ડ સ્વીકાર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular