Thursday, January 9, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં વલ્લભકુળના આંગણે આજે શુભ વિવાહ

જામનગરમાં વલ્લભકુળના આંગણે આજે શુભ વિવાહ

ગઈકાલે નિશ્ર્ચય તાંબુલ (બડી સગાઈ) યોજાઈ: શ્રીનાથદ્વારા થી શ્રીનાથજી મંદિરના પરમ પૂજ્ય શ્રી તિલકાયત વિશાલબાવા આજે ખાસ પધારી અને વિવાહ પ્રસ્તાવમાં આશીર્વાદ પાઠવશે

- Advertisement -

જામનગરના પૂ. ગો. શ્રીવલ્લભરાયજી મહોદયના જયેષ્ઠ આત્મજ ચિ. પૂ. ગો. શ્રી રસાર્દ્રરાયજીના શુભવિવાહ પ્રસ્તાવ પ્રસંગોની શરૂઆત ગઈકાલથી થઈ ગઈ છે ત્યારે ગઈકાલે નિશ્ચય તાંબુ (બડી સગાઈ) યોજાય હતી

- Advertisement -

આ શુભ પ્રસંગે બરોડા થી દ્વારકેશબાવા, ઇન્દોરથી કલ્યાણરાયજી, અમદાવાદથી રાજુબાવા, કાશીથી શ્યામ મનોહર લાલજી, જુનાગઢથી નવનીતલાલજી, જેતપુર થી બાલકૃષ્ણ લાલજી, કેશોદથી ઉત્સવરાયજી, જૂનાગઢથી શરદરાયજી, સહિત વલ્લભકુલ ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વાદ પાઠવ્યા હતાં

લંડનથી ખાસ, પ્રદીપભાઈ, ગુજરાત હાઇકોર્ટના પૂર્વ જ્જ સોનિયાબેન ગોકાણી, મુંબઈ થી પણ ખાસ મહેમાન વિઠલભાઈ, મોહનભાઈ સહિત અનેક વૈષ્ણવો એ બડી સગાઈમાં હાજર રહ્યા હતાં.

- Advertisement -

પ્રમુખ જીતુભાઈ લાલ, ઉપપ્રમુખ કુરજીભાઈ મુંગરા, મનમોહનભાઈ સોની, સહખજનચી દિનેશભાઈ મારફતયા, સહ મં્રી નલીનભાઇ રાજાની, કારોબારી સભ્યો મિતેશભાઈ લાલ, વિપુલભાઈ કોટક, ચેતનભાઈ માધવાણી, દિનેશભાઈ રાબડીયા, અમુભાઈ કારિયા, જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા, ઉપસ્થિત રહ્યા હતા.

ખૂબ ધામધૂમ પૂર્વક બડી સગાઈ નો પ્રસંગ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક તેમજ બહારગામ થી પધારેલા વૈષ્ણવો લાભ લીધો હતો

- Advertisement -

જ્યારે આજે વલ્લભકુલના આંગણે શુભ વિવાહનો મંગલ અવસર હોય તારીખ 4/ 12 / 2024 ના રાત્રે 8:30 કલાકે વરઘોડો તેમજ રાત્રે 11:00 કલાકે શુભ વિવાહ યોજાશે આજે ખાસ વિવાહમાં શ્રીનાથજી નાથદ્વારા થી પરમ પૂજ્ય તિલકાયત શ્રી વિશાલબાવા ખાસ ઉપસ્થિત રહેશે.ત્યારે વૈષ્ણવોમાં ઉત્સાહ સમાતો નથી અને વૈષ્ણવોના શુભ આગમનથી પ્રસ્તાવની શોભામાં અધિક અભી વૃદ્ધિ થશે આ શુભ પ્રસંગ અંતર્ગત શ્રી મદનમોહન પ્રભુના વિવિધ મનોરથો અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં વૈષ્ણવોએ લાભ લીધા બાદ હવે જ્યારે શુભ વિવાહ ના મંગલ કાર્યક્રમોની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આજે શુભ વિવાહ અંતર્ગત મોટી સંખ્યામાં વૈષ્ણવો આ શુભ વિવાહનો લાભ લે પૂજ્ય ગુરુદેવના આંગણે આવેલા શુભ વિવાહ પ્રસ્તાવ પ્રસંગે સમગ્ર વૈષ્ણવ સમાજ સેવા તથા દર્શનો પરમ આનંદ પ્રાપ્ત કરવા શુભ વિવાહ પ્રસ્તાવ સમિતિ ભાવભર્યું આમંત્રણ પાઠવે છે.

શુભવિવાહ પ્રસ્તાવનું લાઈવ પ્રસારણ યુ-ટયુબ ચેનલ પર MOTIHAVELIJAMNAGAR ફેસબુક પર શ્રી મોટી હવેલી જામનગર તથા ઈન્સ્ટાગ્રામ પર V.YUVA.SANGATHAN પરથી કરવામાં આવશે. બહારગામથી પધારેલા વૈષ્ણવો ાટે ઉતારા તથા મહાપ્રસાની વ્યવસ્થા કરવામાં આવી છે. આમંત્રિત મહેમાનો માટે તા. 4/12/24 ના રાત્રે શુભવિવાહના સમયે મહાપ્રસાદ યોજાશે. આ શુભવિવાહ પ્રસ્તાવ પ્રસંગે સૌ આમંત્રિત મહેમાનો, વૈષ્ણવોને પધારવા સમિતિના પ્રમુખ જીતુભાઈ લાલ, ઉપપ્રમુખ કુરજીભાઈ મુંગરા તથા વજુભાઈ પાબારીએ અનુરોધ કર્યો છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular