જામનગરમાં માધવ સ્કવેરમાં હિન્દી ફિલ્મ નક્ષત્ર માટે નવોદિત કલાકરો માટે ઓડિશનનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને મુંબઈ જેવા શહેરમાં કલાકારો છેલ્લા બે વર્ષથી બેરોજગાર બન્યા છે ત્યારે નવોદિત કલાકારો ને યોગ્ય પ્લેટ ફોર્મ મળી રહે તે માટે મુંબઈથી નક્ષત્ર ફિલ્મના ડિરેકટર જામનગર આવ્યા છે અહીં જુદા જુદા જિલ્લામાંથી આવેલા કલાકારોને ઓડિશન લેવામાં આવ્યા છે. મીડિયા સાથેની વાતમાં ડિરેકટર બીજેન્દ્રસિંહ રાજપૂત એ જણાવ્યું કે મુંબઈમાં કોરોના ના કેસ વધ્યા છે ત્યારે અમે લોકો સૌરાષ્ટ્રમાં આવ્યા છીએ અહીં પણ યુવક યુવતીઓમાં ટેલેન્ટ છે અને બેસ્ટ પર્ફોમ કરનાર યુવક યુવતીઓને ફિલ્મ નક્ષત્રમાં રોલ આપવામાં આવશે. જામનગરમાં યોજાયેલ ઓડિશનનમાં રાજકોટ, મોરબી, અમદાવાદ સહિત જિલ્લાના યુવકો આવ્યા છે. એક બાજુ મુંબઈ જેવા મહાનગરમાં કોરોનાએ ભરડો લીધો છે તો બીજી બાજુ જામનગર જેવા સીટી માં પ્રથમ વખત હિન્દી ફિલ્મ માટે ઓડિશનનનું આયોજન કરવામાં આવ્યું છે.ખાંસ કરીને હાલાર પથકના યુવક યુવતીઓ ફિલ્મ માં રોલ કરે અને નવી ટેલેન્ટ બહાર આવે તેવા શુભ આસાય થી બે દિવસથી ઓડિશનનું આયોજન કરવામાં આવ્યું છે.