Saturday, January 11, 2025
Homeરાજ્યજામનગરવ્યાજખોરોના ત્રાસથી યુવાન દ્વારા આપઘાતનો પ્રયાસ

વ્યાજખોરોના ત્રાસથી યુવાન દ્વારા આપઘાતનો પ્રયાસ

- Advertisement -

જામનગર તાલુકાના મુંગણી ગામે રહેતાં ખેડૂત યુવાને વ્યાજખોરોના ત્રાસ અને ધમકીથી કંટાળી જંતુનાશક દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ખેડૂત યુવાનની ફરિયાદને આધારે એક મહિલા સહિત ત્રણ વ્યાજખોરો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

ઘટનાની વિગત મુજબ, જામનગર તાલુકાના મુંગણી ગામમાં રહેતાં અને ખેતી કામ તથા ડ્રાઈવીંગ કામ કરતા વિજય છગન છેડા નામના 41 વર્ષના યુવાન દ્વારા તા.3 ના રોજ તેના રહેણાંક મકાને જંતુનાશક ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેમાં તેણે પોલીસ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, યુવરાજસિંહ ચંદુભા દેદા તથા રવિરાજસિંહ દેદા પાસેથી 10 ટકાના વ્યાજે રૂા.70000 લીધા હતાં. જે ફરિયાદી બે વર્ષ સુધી દર માસે રૂા.10000 ચુકવતા હોય અને લોકડાઉન થતા ધંધો બંધ થઈ જતાં ફરિયાદી વ્યાજ કે મુદ્લ રકમ આપી શકેલ ન હોય જેથી આરોપીઓ દ્વારા ફરિયાદને વ્યાજ તેમજ મુદ્લ સહિત રૂા.400000 ની પઠાણી ઉઘરાણી કરી ટાટીયા ભાંગી નાખવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ ગુલાબબા દ્વારા ફરિયાદીના રહેણાંક મકાને જઈ વ્યાજ અને મુદ્લની ઉઘરાણી કરી મકાન ખાલી કરી દેવાની ધમકી આપતા આરોપીઓના માનસિક ત્રાસથી કંટાળી જઈ ફરિયાદીએ જંતુનાશક દવા પી લીધી હોવાનું પોલીસને નિવેદન આપ્યું હતું.

જેના આધારે પોલીસે યુવરાજસિંહ ચંદુભા દેદા, રવિરાજસિંહ ચંદુભા દેદા તથા ગુલાબબા વિરૂધ્ધ ફરિયાદ નોંધી ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular