Wednesday, December 25, 2024
Homeરાજ્યહાલારધ્રોલમાં ભરબપોરે યુવતીની આબરૂ લેવાનો હિંચકારો પ્રયાસ

ધ્રોલમાં ભરબપોરે યુવતીની આબરૂ લેવાનો હિંચકારો પ્રયાસ

- Advertisement -

ધ્રોલ ગામમાં આવેલ મેઈન બજાર પાસેના વિસ્તારમાં રહેતી યુવતી તેણીના ઘરે એકલી હતી તે સમયે ગામમાં રહેતાં શખ્સે યુવતી સાથે શારીરિક અડપલા કરી આબરુ લેવાના ઈરાદાથી નિર્લજ્જ હુમલો કરી અને સમાજમાં બદનામ કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ધ્રોલ ગામમાં મેઈન બજાર પાસે રહેતી યુવતીની માતા બહાર ગયા હતાં અને યુવતી તેણીના ઘરે બે માસ પહેલાં બપોરના અઢી વાગ્યાના અરસામાં એકલી હતી તે સમયે ધ્રોલના દરજી શેરીમાં રહેતો શૈલેષ ભગવાનજી સોલંકી નામનો શખ્સ યુવતી પાસે આવ્યો હતો અને મરજી વિરુધ્ધ બળજબરીથી શારીરિક અડપલા કરી નિર્લજ્જ હુમલો કર્યો હતો. જેથી યુવતીએ પ્રતિકાર કરતાં શૈલેષ અપશબ્દો બોલી સમાજમાં બદનામ કરી પતાવી દેવાની ધમકી આપી હતી. શખ્સ દ્વારા કરાયેલા નિર્લજ્જ હુમલો અને ધમકીના બનાવ બાદ યુવતીએ ભયના કારણે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. પરંતુ, બે માસ બાદ આખરે યુવતીએ શૈલેષ સોલંકી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ પી.જી.પનારા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી શૈલેષની ધરપકડ માટે શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular