ખંભાળિયા તાલુકાના ધંધુસર ગામના વાડી વિસ્તારમાં રહેતા આનંદ પરબતભાઈ છુછર નામના 22 વર્ષના યુવાન દ્વારા અગાઉ પીજીવીસીએલમાં વીજપોલ ઉભો કરવા માટેની આપેલી અરજી બાદ તંત્ર દ્વારા વીજપોલ ઉભો કરી ગયા બાદ સોનારડી ગામે રહેતા બાબુભા જીવુભા જાડેજા તેમજ પ્રદિપસિંહ બાબુભા જાડેજા નામના બે શખ્સો સાથે થયેલી બોલાચાલી બાદ થયેલા સમાધાન પછી પણ ઉપરોક્ત બંને આરોપીઓએ વીજપોલ બાબતે “તું અમારો વીજપોલ લઈ ગયેલ છે” તેમ કહી બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ આનંદભાઈ છૂછર દ્વારા અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસ આઈ.પી.સી. કલમ 323, 324, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.