જામનગર શહેરના ધરારનગર વિસ્તારમાં રહેતો યુવાન ડીકેવી રોડ પરથી પસાર થતો હતો તે દરમિયાન જુની અદાવતનો ખાર રાખી આઠ જેટલા શખ્સોએ કારને ઠોકર મારી ધોકા- પાઈપ વડે હુમલો કર્યો હતો.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ધરારનગર વિસ્તારમાં રહેતો નાસીરભાઈ ઈબ્રાહિમભાઈ નામનો યુવાન તેની કારમાં ડીકેવી રોડ પરથી પસાર થતો હતો તે દરમિયાન આઠ જેટલા શખ્સોએ યુવાનની કારને ઠોકર મારી હતી અને ત્યારબાદ યુવાને કાર રોકતા તેના ઉપર લાકડાના ધોકા અને પાઈપ વડે હુમલો કર્યો હતો. કરાયેલા હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે જી. જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે યુવાનના નિવેદનન આધારે જૂની અદાવતનો ખાર રાખી હુમલો કર્યાના બનાવમાં ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.