જામનગરના ગુલાબનગર વિસ્તારમાં હાલ રહેતા અને મૂળ ભાણવડ તાલુકાના મોરઝર ગામના રહીશ નિલેશભાઈ જેઠાભાઈ પરમાર નામના 23 વર્ષના યુવાનના ભાઈ વિમલ દ્વારા આજથી આશરે ત્રણેક માસ પૂર્વે એક શખ્સ સામે ફરિયાદ કરવામાં આવી હોવાથી આ અંગેના મનદુ:ખના સમાધાનની વાતચીત કરવા જતા મોરઝર ગામના ભરત બાવનજી બાટા, સુભાષ વીરા રાઠોડ, ખુશાલ ઉર્ફે ગુગો રમેશ ચાનાપા અને વેરાડ ગામના અર્પિત દિનેશભાઈ પરમાર નામના ચાર શખ્સો દ્વારા લાકડા વડે હુમલો કરી, બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નિલેશભાઈ પરમાર દ્વારા ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
જે અંગે પોલીસે ચારેય શખ્સો સામે આઈપીસી કલમ 323, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.