જામનગર શહેરના ધરારનગર વિસ્તારમાં રહેતા અને ડ્રાઈવિંગ કરતા યુવાનનો પુત્ર બાઈક પર જતો હતો ત્યારે શખ્સે બાઈક અથડાવાની બાબતે યુવકને ગાળો કાઢી લોખંડની મુંઠ વડે હુમલો કરી ઈજા પહોંચાડયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ધરારનગર શેરી નં.1 માં રહેતાં અને ડ્રાઈવિંગ કરતા શબીરભાઈ કમોરા નામના યુવાનનો પુત્ર સાકીબ ગુરૂવારે રાત્રિના સમયે બેડેશ્વરમાં બાઈક પર જતો હતો ત્યારે સામેથી આવી રહેલા રાજા ઉર્ફે રાજડો હાસમ સંઘવાણી નામના શખ્સના બાઈક સામે અથડાયા હતાં. આ બાઈક અથડાવાની બાબતે રાજાએ સાકીબને ગાળો કાઢી શરીરે મુંઢ માર મારી લોખંડની મુઠ વડે ગાલ ઉપર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. હુમલાના બનાવ બાદ યુવકના પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે હેકો વાય.એમ.વાળા તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં રહેતા મુુનાફ ઉર્ફે અપ્પો અલ્લારખા ખફી નામના યુવાને દિનેશ ત્રિપાઠી અને જૈનસાહેબ પાસે સિમેન્ટ ક્રોંકીટનો વધારાનો માલ માગતા બંને શખ્સોએ મુનાફને જેમ ફાવે તેમ અપશબ્દો બોલી લાકડાના ધોકા વડે માર મારી ઈજા પહોંચાડી હતી. આ અંગે હેકો એ.એમ. જાડેજા તથા સ્ટાફે મુનાફના નિવેદનના આધારે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.