જામનગર શહેરના મયુરનગર વિસ્તારમાં રહેતાં યુવાને તેના રહેણાંક મકાન અને સીસીટીવી કેમેરા લગાડયા હતાં તે બાબતનો ખાર રાખી બે શખ્સોએ યુવાન સાથે ઝપાઝપી કરી ગાળો કાઢી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના મયુરનગર વિસ્તારમાં વરીયા પ્રજાપતિની વાડી પાસે રહેતાં નિખીલ હરીશભાઈ સવનિયા નામના યુવાને તેના રહેણાંક મકાન ઉપર તેમજ વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાડયા હતાં. આ વિસ્તારમાં સીસીટીવી લગાડતા ભિખુભા જાડેજા અને જયેન્દ્રસિંહ ઉર્ફે જેલીયો નામના બે શખ્સોએ નિખીલને ગત તા.13 ના રોજ રાત્રિના સમયે આંતરીને ઝપાઝપી કરી લાકડી વડે હુમલો કરી અપશબ્દો કહી માર માર્યો હતો. હુમલો કર્યાના બનાવમાં ઈજાગ્રસ્ત નિખીલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ એન.પી. જોશી તથ સ્ટાફે બે શખ્સો વિરૂધ્ધ હુમલાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.