Monday, December 23, 2024
Homeરાજ્યપ્રેમલગ્નનો ખાર રાખી, યુવાન પર હુમલો: બે શખ્સો સામે ફરિયાદ

પ્રેમલગ્નનો ખાર રાખી, યુવાન પર હુમલો: બે શખ્સો સામે ફરિયાદ

- Advertisement -

મીઠાપુર તાબેના સુરજકરાડી વિસ્તારમાં રહેતા હરિયાભા રણમલભા માણેક નામના 25 વર્ષના હિન્દુ વાઘેર યુવાન પર આ જ વિસ્તારમાં રહેતા વેરશીભા લાલાભા સુમણીયા અને રામભા વેરશીભા સુમણીયા નામના બે શખ્સોએ લાકડી વડે હુમલો કરી, બેફામ મારી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ મીઠાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -

ફરિયાદી હરિયાભાના મોટાભાઈએ આરોપી પરિવારની એક યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હોય, જે બાબત આરોપીઓને સારું ન લાગતા આ બાબતનું મનદુ:ખ રાખી, હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

આ સમગ્ર બનાવ અંગે મીઠાપુર પોલીસે બન્ને શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 324, 325, 506 (2), 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી, ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular