ભાણવડ તાલુકાના બોડકી ગામે રહેતા ગોગનભાઈ વીરાભાઈ ભાંભણા નામના 58 વર્ષના આધેડએ જામ રોજીવાડા ગામના લાખા માલદેભાઈ પાથરને પોતાની વાડીના રસ્તે તથા ફળિયામાંથી ચાલવાની ના પાડતા આ બાબતનો ખાર રાખીને આરોપી લાખા પાથર સાથે આવેલા જયમલ લાખા પાથર, જીગ્નેશ લાખા પાથર, કેતન બાબુભાઈ પાથર અને ફોટડી ગામના પરબત સામત ચૌહાણ ઉપરાંત અન્ય એક અજાણ્યા શખ્સ મળી કુલ છ શખ્સોએ ફરિયાદી ગોગનભાઈના ઘરમાં અપપ્રવેશ કરીને ગોગનભાઈ ઉપરાંત તેમના પુત્ર સુરેશ અને મનહર તેમજ તેમના પત્ની ઉપર લોખંડના પાવડા, લોખંડના પાઇપ, લાકડી તથા કોદારી વડે હુમલો કરી, ઇજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર બનાવ અંગે પોલીસે આઈપીસી કલમ 325, 324, 323, 504, 506 (2), 452, 34, 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.