Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરપુત્ર સાથેની બોલાચાલીનો ખાર રાખી પિતા ઉપર હુમલો

પુત્ર સાથેની બોલાચાલીનો ખાર રાખી પિતા ઉપર હુમલો

સાધના કોલોની શાકમાર્કેટ પાસે પ્રૌઢને ઉપર શખ્સે માર માર્યો : ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરના સાધના કોલોની શાકમાર્કેટ પાસે યુવાન સાથે થયેલી બોલાચાલીનો ખાર રાખી યુવાનના પિતા ઉપર ધોકા વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં સાધના કોલોની કવાર્ટરમાં રહેતાં પરેશ ધર્મેન્દ્રભાઇ મહેતા નામના પ્રૌઢ શાકમાર્કેટ પાસે પાણીપુરીની રેંકડી નજીક ઉભા હતાં તે દરમિયાન તેના જ વિસ્તારમાં રહેતો પુનિત ઉર્ફે બાડો બિપીન દાણીધારીયા નામના શખ્સે આવીને પ્રૌઢના પુત્ર સાથે થયેલી બોલાચાલીનો ખાર રાખી પાણીપુરી ખાઈ રહેલા પ્રૌઢ સાથે બોલાચાલી કરી તારા પુત્ર હર્ષને સમજાવી દેજે તેમ કહી અપશબ્દો બોલી સેન્ટીંગના ચોકાના ધોકા વડે આડેધડ માર મારી ઈજા પહોંચાડી હતી. હુમલા બાદ ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઇ વી.કે. ગઢવી તથા સ્ટાફે હુમલાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular