જામનગર શહેરના નવાગામ ઘેેડ વિસ્તારમાં યુવતી ઉપર એક શખ્સે અપશબ્દો બોલી લોખંડના પાઈપ વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ, જામનગર શહેરના નવાગામ ઘેડમાં શંકરના મંદિર આવેલ રાઠોડ ફળીમાંથી પસાર થતી હેતલબેન બાંભવા નામની કાલાવડ તાલુકાના ખાન કોટડા ગામની યુવતી ઉપર દિનેશ માધા રાઠોડ નામના શખ્સે અપશબ્દો બોલી લોખંડના પાઈપ વડે ડાબા પગમાં હુમલો કરી મુંઢ ઈજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવમાં યુવતીના નિવેદનના આધારે હેકો આર.એન. જાડેજા તથા સ્ટાફે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.