જામનગર શહેરના સંજરીચોક વિસ્તારમાં રહેતા મહિલા તેણીના ઘરે નિયાઝના સમયે પ્રસાદીનું વિતરણ કરતા હતાં તેથી લોકો એકઠા થતા પાડોશી મહિલાએ મહિલા ઉપર લાકડાના ધોકા વડે માર માર્યો હતો.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના સંજરીચોક વિસ્તારમાં રહેતા રસીદાબેન જેમલાણી દ્વારા મોહરમના તહેવાર અંતર્ગત નિયાઝ પાળતા હતાં જેથી નિયાઝ સમયે પ્રસાદીનું વિતરણ કરતાં હતાં તેના કારણે લોકો એકઠા થતાં તેમની બાજુમાં જ રહેતા રુહીબેન હમીર સુમરા નામના મહિલાએ રસીદાબેનને ‘માણસો કેમ ભેગા કરો છો ?’ તેમ કહી બોલાચાલી કરી હતી અને પ્રસાદના વિતરણ સમયે મહિલાએ રસીદાબેનને અપશબ્દો બોલી લાકડાના ધોકાનો ઘા મારી ઈજા પહોંચાડી હતી. હુમલામાં ઘવાયેલા મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં આ બનાવ અંગે હેકો જે.બી. ઝાલા તથા સ્ટાફે રુહીબેન સુમરા વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
નિયાઝની પ્રસાદીના વિતરણ સમયે મહિલા ઉપર હુમલો
જામનગરના સંજરીચોકનો બનાવ : મહિલા વિરુધ્ધ ગુનો નોંધી પોલીસ દ્વારા તપાસ