જામજોધપુરમાં જામવાડીના જાપા પાસેના અમલીફળી વિસ્તારમાં રહેતા પરિવારને ત્યાં મકાનની તલાસી લેવા ગયેલા પોલીસ કર્મચારી સાથે દંપતી સહિત ત્રણ શખ્સોએ બોલાચાલી કરી અપશબ્દો બોલી ઝપાઝપી કર્યા બાદ હુમલો કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુરમાં જામવાડીના જાપા પાસેના આમલીફળી વિસ્તારમાં રહેતા આસિફ ભુરા રાવકરડા નામના આરોપીને હેકો અનોપસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પંચને સાથે રાખી તેના મકાનની જડતી માટે ગયા હતાં. તે દરમિયાન આસિફના પિતા ભુરા અલી રાવકરડા, તેની પત્ની અનિફાબેન અને પુત્રી રેશ્માબેન નામના ત્રણેય શખ્સોએ એક સંપ કરી પોલીસ કર્મી સાથે અપશબ્દો બોલી ઝપાઝપી કરી હતી તેમજ ધકામુકી કરી પોલીસકર્મચારી ઉપર હુમલો કરી ફરજમાં રૂકાવટ કરી હતી. પોલીસ કર્મચારી ઉપર થયેલા હુમલા બાદ અનોપસિંહએ આ બનાવ અંગે દંપતી અને દંપતી સહિત ત્રણ શખ્સો વિરુધ્ધ ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાવ્યો હતો. જેના આધારે પીઆઇ એમ.આર. સવસેટા તથા સ્ટાફે ત્રણેયની શખ્સોની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
જામજોધપુરમાં જડતી લેવા ગયેલા પોલીસકર્મી ઉપર હુમલો
દંપતી અને તેની પુત્રી એ અપશબ્દો બોલી ધક્કામુકી કરી : હુમલો કરી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાયો : હુમલાખોરની ધરપકડ માટે તજવીજ