Sunday, December 22, 2024
Homeરાજ્યહોમગાર્ડના જવાન ઉપર જૂની માથાકૂટનો ખાર રાખી હુમલો

હોમગાર્ડના જવાન ઉપર જૂની માથાકૂટનો ખાર રાખી હુમલો

મારી નાખવાની ધમકી પણ આપી : સામા પક્ષે જવાન વિરૂધ્ધ ફરિયાદ : પોલીસે સામાસામી ફરિયાદ નોંધી તપાસ આરંભી

- Advertisement -

લાલપુરમાં હોમગાર્ડના જવાન ઉપર જૂની માથાકૂટનો ખાર રાખી હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામા પક્ષે પણ આ જવાન વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, લાલપુરમાં સવિતા પાર્ક વિસ્તારમાં રહેતા અને હોમગાર્ડમાં ફરજ બજાવતાં સુભાષભાઇ ચનાભાઇ ચાવડા નામના 45 વર્ષના હોમગાર્ડના જવાને પોતાના પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે લાલપુર ધરારનગર વિસ્તારમાં રહેતા અનિલ રામજીભાઇ વાણીયા સામે ફરિયાદ નોંધાવી છે. આજથી થોડા દિવસો પહેલાં ફરિયાદી અને આરોપી બંને વચ્ચે ઝઘડો થયો હતો, અને સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેનું મનદુ:ખ રાખીને આરોપી દ્વારા ગઇકાલે ફરીથી હુમલો કરાયો હોવાનું પોલીસમાં જાહેર કરાયું છે.

આ ઉપરાંત સામાપક્ષે અનીલ રામજીભાઇ વાણિયાએ પોતાના ઉપર હુમલો કરવા અંગે હોમગાર્ડના જવાન સુભાષ ચનાભાઇ ચાવડા અને તેના ભાઇ જીતુભાઇ ચનાભાઇ ચાવડા સામે વળતી ફરિયાદ નોંધાવી છે. લાલપુર પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular