Tuesday, December 24, 2024
Homeબિઝનેસસપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે તેજી તરફી માહોલ યથાવત્…!!

સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે તેજી તરફી માહોલ યથાવત્…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૫.૦૬.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૨૬૯૯.૦૦ સામે ૫૨૮૭૭.૧૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૨૬૧૪.૪૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૫૮.૫૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૨૬.૦૪ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૯૨૫.૦૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૮૩૨.૪૫ સામે ૧૫૮૫૨.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૮૦૨.૨૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૭.૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૧.૮૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૮૯૪.૨૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત તેજી સાથે થઈ હતી. કોરોના સંક્રમણની બીજી ઘાતક લહેરમાં અનેકને અસર બાદ આ લહેર ધીમી પડીને હવે કેસો ઘટવા લાગતાં એક તરફ વિવિધ રાજયોમાં અનલોકની તૈયારી થવા લાગતાં અને બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા સ્ટીમ્યુલસ પેકેજના પગલાં લેવાની શરૂઆત સાથે ચોમાસાની ધમાકેદાર શરૂઆત અને ચાલુ વર્ષે ચોમાસું દેશમાં સફળ રહેવાની હવામાન ખાતાની આગાહીને લઈ ભારતીય શેરબજારોમાં આજે સપ્તાહના અંતે ફંડોએ તેજી કરી હતી.

- Advertisement -

કોરોના સંક્રમણની બીજી ઘાતક લહેર અંતે ધીમી પડીને દેશ ફરી લોકડાઉનથી અનલોક તરફ વળતાં અને ત્રીજી લહેર પૂર્વે દેશમાં વેક્સિનેશન પ્રોગ્રામને ઝડપી બનાવવા કેન્દ્ર સરકાર દ્વારા લેવાઈ રહેલા પગલાંની સાથે સાથે આર્થિક મોરચે પણ દેશને પુન:વિકાસની પટરી પર લાવવા સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા લેવાઈ રહેલા નવા સ્ટીમ્યુલસ પગલાંની પોઝિટીવ અસરે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો દ્વારા શેરોમાં મોટાપાયે ખરીદી કરીતા ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એનર્જી, એફએમસીજી, યુટીલીટીઝ, કન્ઝ્યુમર ડયુરેબલ, ઓઈલ & ગેસ અને પાવર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૪૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૬૮ અને વધનારની સંખ્યા ૧૭૪૭ રહી હતી, ૧૩૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૭૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૯૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, મૂડી’સ બાદ હવે એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે પણ વર્તમાન નાણાં વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દરના અંદાજને ઘટાડી ૯.૫૦% મૂકયો છે જે અગાઉ ૧૧% મુકાયો હતો. કોરોનાની વધુ લહેરો દેશના આઉટલુક સામે જોખમી બની રહેવા પણ ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.કોરોનાની બીજી લહેરને કારણે વિવિધ રાજ્યો દ્વારા લાગુ કરાયેલા લોકડાઉનને પરિણામે  એપ્રિલ તથા મેમાસમાં આર્થિક પ્રવૃત્તિઓ મંદ પડી હતી જેને ધ્યાનમાં રાખી આર્થિક અંદાજમાં ઘટાડો કરવા ફરજ પડી છે. આ અગાઉ માર્ચ માસમાં એસ એન્ડ પીએ વિકાસ દર ૧૧% રહેવા અંદાજ મૂકયો હતો.

ખાનગી તથા જાહેર ક્ષેત્રની બેલેન્સ શીટસને થયેલા કાયમી નુકસાન આગામી કેટલાક વર્ષો સુધી વિકાસને રૂંધશે એમ જણાવી એસ એન્ડ પીએ નાણાકીય વર્ષ ૨૦૨૩માં ભારતનો આર્થિક વિકાસ દર ૭.૮૦% રહેવા ધારણાં મૂકી છે. દેશની વસતિના ૧૫% લોકોએ જ હજુ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હોવાનું ધ્યાનમાં રાખતા કોરોનાની વધુ લહેરો આઉટલુક સામે જોખમી બની શકે છે.     

તા.૨૮.૦૬.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૫.૦૬.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૫૮૮૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૧૫૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૫૯૦૯ પોઈન્ટ થી ૧૫૯૭૯ પોઈન્ટ ૧૬૦૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૫.૦૬.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૫૪૭૧ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૫૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૪૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૫૬૭૬ પોઈન્ટ થી ૩૫૮૦૮ પોઈન્ટ, ૩૬૦૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૬૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • ટાઈટન લિમિટેડ ( ૧૭૬૦ ) :- એપેરલ્સ & એસેસરીઝ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૨૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૦૬ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૮૭ થી રૂ.૧૮૦૮ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૧૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • અદાણી એન્ટરપ્રાઇઝ ( ૧૫૨૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૮૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૬૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૫૪૭ થી રૂ.૧૫૭૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ટેક મહિન્દ્ર ( ૧૦૬૦ ) :- રૂ.૧૦૩૩ નો પ્રથમ તેમજ રૂ.૧૦૧૮ ના બીજા સપોર્ટથી ટેકનોલોજી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૭૭ થી રૂ.૧૦૯૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • અમરરાજા બેટરી ( ૭૪૩ ) :- ઓટો પાર્ટ & એક્વિપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૬૭ થી રૂ.૭૮૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૧૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • સન ટીવી ( ૫૪૪ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૧૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બ્રોડકાસ્ટિંગ & કેબલ ટીવી સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૬૩ થી રૂ.૫૭૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • બાટા ઇન્ડિયા ( ૧૬૩૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફૂટવેર સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૬૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૬૦૬ થી રૂ.૧૫૮૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૭૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • હેવલ્સ ઇન્ડિયા ( ૧૦૦૩ ) :- રૂ.૧૦૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૫૩ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૯૮૮ થી રૂ.૯૭૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • સિપ્લા લિમિટેડ ( ૯૫૯ ) :- ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૯૮૯ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૩૩ થી રૂ.૯૧૯ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ભારત ફોર્જ ( ૭૩૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૭૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૧૭ થી રૂ.૭૦૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૮૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • વિપ્રો લિમિટેડ ( ૫૪૯ ) :- ૫૭૫ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૫૮૮ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૫૨૭ થી રૂ.૫૧૫ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૦૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular