Saturday, December 21, 2024
HomeબિઝનેસStock Market Newsભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે દરેક ઉછાળે સાવચેતીનો માહોલ…!!

ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે દરેક ઉછાળે સાવચેતીનો માહોલ…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૧.૧૧.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૦૩૫૨.૮૨ સામે ૬૦૨૯૧.૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૯૬૫૬.૨૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૩૬.૯૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૩૩.૧૩ પોઈન્ટના ઘટાડા સાથે ૫૯૯૧૯.૬૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૦૨૨.૯૫ સામે ૧૭૯૮૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૮૦૭.૧૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૭.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૦.૦૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૯૧૨.૯૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી. દેશ – વિદેશોમાં વધતી મોંઘવારી આગામી દિવસોમાં વૈશ્વિક અર્થતંત્ર માટે અત્યંત જોખમી પૂરવાર થઈ અર્થતંત્રને ડામાડોળ કરશે એવી પૂરી શકયતા વચ્ચે આજે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં સતત ત્રીજા દિવસે ઈન્ડેક્સ બેઝડ નરમાઈ રહી હતી. વધતી મોંઘવારી વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઈલના ભાવ પણ વધતાં રહીને ભારતમાં પેટ્રોલ, ડિઝલ પરની એકસાઈઝમાં ઘટાડો કરીને લોકોને કેટલીક રાહત આપવાના પ્રયાસ છતાં વિશ્વ બજારમાં વધતાં ભાવોએ ફરી પેટ્રોલ, ડિઝલના ભાવો વધવાની શકયતા અને ચાઈનામાં પણ સપ્લાય ચેઈન ખોરવાઈ રહી હોઈ વધતાં ફુગાવાના જોખમે ઉત્પાદકો દ્વારા ઊંચા ખર્ચને ગ્રાહકો પર પસાર કરવામાં આવી રહ્યો હોઈ આગામી દિવસોમાં ફુગાવો વધવાના જોખમે નેગેટીવ અસરે આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

- Advertisement -

વિવિધ પ્રતિકળ અહેવાલો પાછળ ઉછાળે નફારૂપી વેચવાલીના દબાણ પાછળ આજે સતત ત્રીજા દિવસે પણ ભારતીય શેરબજારમાં પીછેહઠ જોવા મળી હતી. વૈશ્વિક સ્તરે ચીન, રશિયા તેમજ યુકેમાં કોરોનાના કેસ વધતા ફરીથી લોકડાઉનના અમલથી વૈશ્વિક અર્થતંત્રની વૃદ્ધિ રૂંધાવાની ભીતિ અને સ્થાનિક સ્તરે ચાલુ માસમાં પણ એફઆઈઆઈ દ્વારા હાથ ધરાયેલ એકદારી વેચવાલીની બજાર પર પ્રતિકૂળ અસર જોવા મળી હતી. ચોમેરથી આવેલ વેચવાલીના દબાણે આજે સ્મોલ – મિડકેપ શેરોમાં પણ ઘટાડો નોંધાયો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૪% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કંઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ, પાવર અને યુટિલિટીઝ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૪૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૫૯ અને વધનારની સંખ્યા ૧૪૩૨ રહી હતી, ૧૫૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૮૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૬૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ચીનમાં રિઅલ એસ્ટેટ ક્ષેત્રની મુશકેલીઓ હવે અમેરિકા સહિત વૈશ્વિક અર્થતંત્ર સુધી ફેલાઈ શકે છે એમ અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા જણાવાયું છે. ચીનની હાલની રિઅલ એસ્ટેટ કટોકટી ચીનમાં નાણાંકીય તાણ વધારી શકે છે જેનાથી વૈશ્વિક નાણાં બજારોમાં તાણ વધવા સંભવ છે અને અમેરિકા પર તેની નકારાત્મક અસર પડશે એમ અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. નાણાંકીય સ્થિરતા પર પોતાના રિપોર્ટમાં ફેડરલે ચીનની દેવાગ્રસ્ત એવરગ્રાન્ડે કંપનીનો ખાસ ઉલ્લેખ કર્યો છે. એવરગ્રાન્ડે ઉપરાતં બીજી પણ કેટલીક રિઅલ એસ્ટેટ કંપનીઓ મુશકેલીમાં હોવાનું રિપોર્ટમાં ઉલ્લેખવામાં આવ્યું છે.

એવગ્રાન્ડે ચીનની એક મોટી રિઅલ એસ્ટેટ કંપની છે એટલું જ નહીં ગ્લોબલ ૫૦૦નો પણ તે એક હિસ્સો છે. એટલે કે આવકની દ્રષ્ટિએ તે વૈશ્વિક કંપનીઓમાં સ્થાન ધરાવે છે. ચીનના સત્તાવાળાઓએ પગલાં લીધા છે, આમ છતાં, નાણાંકીય નબળાઈઓ વધવાનું ચાલુ રહેવાનું જોખમ રહેલું છે. ચીનના અર્થતંત્રના કદ તથા તેની નાણાં વ્યવસ્થા  અને વિશ્વ સાથે તેના જોડાણોને ધ્યાનમાં રાખતા, ચીનની નાણાંકીય તાણ વૈશ્વિક નાણાં બજારોને ડહોળાવી શકે છે, જેને પરિણામે અમેરિકા સહિત વૈશ્વિક અર્થતંત્રમાં તેની અસર જોવા મળશે, એમ ફેડરલે ચેતવણી ઉચ્ચારી છે.

તા.૧૨.૧૧.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૧.૧૧.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૭૯૧૨ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૧૭૭૭૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૭૯૩૯ પોઈન્ટ થી ૧૮૦૦૮ પોઈન્ટ ૧૮૦૮૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૮૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૧.૧૧.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૮૬૮૧ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૮૯૦૯ પોઈન્ટના પ્રથમ અને ૩૯૦૦૯ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૮૫૭૫ પોઈન્ટ થી ૩૮૩૭૩ પોઈન્ટ, ૩૮૨૭૨ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૯૦૦૯ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • અદાણી એન્ટરપ્રાઇઝ ( ૧૬૬૪ ) :- ટ્રેડિંગ & ડિસ્ટ્રીબ્યુશન ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૬૩૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૬૧૬ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૬૮૮ થી રૂ.૧૬૯૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૭૦૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ટાટા કેમિકલ ( ૯૩૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૧૯ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૯૦૯ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૯૪૪ થી રૂ.૯૫૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ટીવીએસ મોટર ( ૭૫૦ ) :- રૂ.૭૩૩ નો પ્રથમ તેમજ રૂ.૭૧૭ ના બીજા સપોર્ટથી 2/3 વ્હીલર્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૭૬૭ થી રૂ.૭૭૪ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ચોલામંડલમ ફાઈનાન્શિયલ ( ૬૪૦ ) :- હોલ્ડિંગ કંપની સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૫૬ થી રૂ.૬૬૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૬૨૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ ( ૪૨૯ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૧૪ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક હાઉસિંગ ફાઈનાન્સ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૪૩ થી રૂ.૪૫૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • રામકો સિમેન્ટ ( ૧૦૬૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૫૫ થી રૂ.૧૦૪૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૯૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • મહાનગર ગેસ ( ૧૦૦૯ ) :- રૂ.૧૦૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૫૪ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૯૯૦ થી રૂ.૯૭૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • બર્જર પેઈન્ટ ( ૭૭૯ ) :- ફર્નિચર, ફર્નિશિંગ, પેઇન્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૮૦૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૭૬૭ થી રૂ.૭૪૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ગોદરેજ એગ્રો ( ૬૧૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એગ્રીકલચર પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૬૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૫૯૭ થી રૂ.૫૮૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૬૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • અંબુજા સિમેન્ટ ( ૪૨૩ ) :- રૂ. ૪૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૫૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૪૧૪ થી રૂ.૪૦૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૪૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular