Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરજામનગર ખાતે પ્રખ્યાત સળગતી ઇંઢોણી અને મસાલ રાસ રજૂ કરાયા - VIDEO

જામનગર ખાતે પ્રખ્યાત સળગતી ઇંઢોણી અને મસાલ રાસ રજૂ કરાયા – VIDEO

- Advertisement -

- Advertisement -

 

સમગ્ર વાતાવરણ જ્યારે આસ્થા અને શ્રધ્ધાના રંગમાં રંગાયું છે. ત્યારે પ્રાચીન ગરબી મંડળો દ્વારા આપણી પ્રાચીન સંસ્કૃત્તિને ઉજાગર કરતાં રાસો રજૂ કરાય છે. ત્યારે કડિયાવાડ ખાતે રાંદલ અંબિકા ગરબી મંડળના અંગણે પ્રખ્યાત સળગતી ઇંઢોણીનો રાસ બહેનો દ્વારા રજૂ કરવામાં આવે છે. જ્યારે ભાઇઓ દ્વારા આપણા પારંપારિક પોશાકમાં મશાલ રાસ રજૂ કરવામાં આવ્યો હતો. જેને નિહાળવા માટે દૂર-દૂરથી લોકો મોટી સંખ્યામાં આવે છે. આજના આ આધુનિકયુગમાં જ્યારે ડીજે અને ડિસ્કોનું ચલણ વધ્યું છે. ત્યારે આપણી પ્રાચીન સંસ્કૃત્તિને ઉજાગર કરતાં આપણા ભાતીગળ પોશાક સાથે આ સુંદરને મનમોહક રાસ અહીં રજૂ કરવામાં આવે છે. જ્યારે પંચેશ્વર ટાવર ખાતે યોજાતી જયશ્રી ચામુંડા યુવક કુમારીકા ગરબી મંડળ ખાતે ભાઇઓ દ્વારા સળગતી ઇંઢોણીનો પ્રખ્યાત રાસ રજૂ કરાયો હતો. જ્યારે ત્યાં પવનપુત્ર હનુમાનજી આકર્ષણનું અને આસ્થાનું કેન્દ્ર બન્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular