બહુચર્ચિત બીકરૂ ઘટના બાદ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ગેંગસ્ટર વિકાસ દુબે અને તેના સંબંધીઓની 67 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. કાનપુરમાં બીકરુ ઘટના બાદ વિકાસ દુબેને ઉત્તર પ્રદેશ પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. કાનપુરની જિલ્લા અદાલતે વિકાસ દુબે અને તેના સંબંધીઓની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે વહીવટીતંત્રે વિકાસ દુબેના કેશિયર જય વાજપેયી સામે પણ કડક કાર્યવાહી કરી છે.
વિકાસ દુબે અને તેમના કેટલાક સંબંધીઓની સંપત્તિને લઈને કાનપુરના એસપીએ ડીએમ કાનપુર કોર્ટમાં પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો, ત્યારબાદ કોર્ટે આ આદેશ આપ્યો હતો. કોર્ટે બિક્રુ, ચૌબેપુર, કાનપુર દેહાત, લખનૌની 13 સ્થાવર અને 10 જંગમ મિલકતો જપ્ત કરી છે. જપ્ત કરાયેલી 67 કરોડની મિલકતોમાં વિકાસ દુબેની પત્નીની મિલકત, માતાની મિલકત અને બંને પુત્રોની મિલકતનો સમાવેશ થાય છે.હવે વિકાસ દુબેના કેશિયર જય બાજપેયી સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. એડવોકેટ સૌરભ ભદૌરિયાએ જય વાજપેયી સહિત 53 લોકો વિરુદ્ધ ફરિયાદ કરી હતી જેને લઇને જય વાજેપેયી સહિત 53 લોકો વિરુધ તપાસ કરવામાં આવી રહી છે.
અંતે ઉલ્લેખનીય છે કે જુલાઈ 2020માં આઠ પોલીસકર્મીઓની ઘાતકી હત્યાને અંજામ આપનારો માસ્ટરમાઈન્ડ વિકાસ દુબે એન્કાઉન્ટરમાં ઠાર થયો હતો. વિકાસ દુબેને લઈને કાનપુર આવી રહેલી એસટીએફના કાફલાની એક કાર કાનપુર હાઈવે પર પલટી ગઈ હતી. વિકાસ દુબેએ કાર પલટી જતા ઘાયલ થયેલા પોલીસકર્મીની પિસ્તોલ છીનવીને ભાગવાની કોશિશ કરી અને આ દરમિયાન પોલીસ અને વિકાસ દુબે વચ્ચે એન્કાઉન્ટર ચાલુ થયું હતું. જેમાં વિકાસ દુબે માર્યો ગયો હતો.