ધ્રોલ ગામમાં ફુલવાડી રોડ પરના દુકાનદાર યુવાન ઉપર બે મહિલા સહિત પાંચ શખ્સોએ ‘તું અમારી દુકાનના ગ્રાહકો કેમ ખેંચી જાશ ?’ તેમ કહી અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હુમલો કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, ધ્રોલ ગામમાં રઝવી સોસાયટીમાં રહેતાં અને ફુલવાડી રોડ પર દુકાન ધરાવતા ઈમ્તીયાઝભાઈ લાડીભાઈ લાડક નામના યુવાન પાસે બુધવારે સાંજના સમયે નવાઝ રફીક કટારીયા, રફીક ઈસ્માઈલ કટારીયા, જાફર રફીક કટારીયા, હુશેનાબેન રફીક, આસ્થાનાબેન રફીક કટારીયા સહિતના પાંચ શખ્સોએ એકસંપ કરી ઈમ્તીયાઝ ઉપર તું મારી દુકાનના ગ્રાહકો કેમ ખેંચી જાશ ? તને પતાવી દઈશું તેમ કહી પાંચ શખ્સોએ બોલાચાલી કરી અપશબ્દો બોલી લાકડાના ધોકા વડે માર મારી ઢીકાપાટુનો માર માર્યો હતો અને પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલાના બનાવ અંગેની જાણ કરાતા હેકો ડી.પી.વઘોરા તથા સ્ટાફે ઈજાગ્રસ્ત ઈમ્તીયાઝના નિવેદનના આધારે ગુનો નોંધી તપાસ આરંભી હતી.