જામનગર પંથકમાં રહેતી તરૂણી યુવતીનું કરિયાણું લેવા ગઈ તે દરમિયાન રસ્તામાંથી શખ્સે અવાવરુ જગ્યાએ લઇ ઈચ્છા વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યાના બનાવમાં પોલીસે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં રહેતી તરૂણી તેના ઘરેથી કરિયાણુ લેવા જતી હતી તે દરમિયાન મહેબુબ હનિફ ગજીયા નામના વાઘેર શખ્સે તરૂણીને આંતરીને રસ્તામાંથી અવાવરુ જગ્યાએ લઇ ગયો હતો જ્યાં તરૂણી સાથે બળજબરીપૂર્વક ઈચ્છા વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યુ હતું. શખ્સ દ્વારા તરૂણી સાથે આચરેલા દુષ્કર્મની જાણ કરવામાં આવતા તેના પરિવારજનોએ આ બનાવ અંગે પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીઆઈ એન.એન. ચાવડા તથા સ્ટાફે વાઘેરવાડામાં રહેતાં મહેબુબ હનિફ ગજીયા નામના શખ્સ વિરૂધ્ધ પોકસો કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ માટે તજવીજ હાથ ધરી હતી.