જામનગર પોલીસ વિભાગમાં એલઆઇબી શાખામાં ફરજ બજાવતાં એએસઆઇ યુનુસ સમા આજરોજ વય નિવૃત્ત થતાં વિદાય સમારોહ યોજાયો હતો. નિવૃત્ત થતી વેળાએ પણ યુનુસ સમાએ પોતાની ફિટનેસનો અનોખી રીતે સંદેશ આપતાં લાલબંગલા સર્કલ નજીક આવેલ સીટી ડીવાયએસપી ઓફિસથી જિલ્લા એસપી કચેરી સુધી દોડ લગાવી યુવા વર્ગને ફિટ રહેવાનો સંદેશ આપ્યો હતો. આ તકે રાજકીય તથા ધાર્મિક અગ્રણીઓ તથા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં અને યુનુસ સમાને શુભેચ્છા પાઠવી હતી.