Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયકોરોનામાં અપાતા કોકટેલ ઇન્જેક્શન જેટલું જ અસરકારક અશ્વગંધા : રીસર્ચ

કોરોનામાં અપાતા કોકટેલ ઇન્જેક્શન જેટલું જ અસરકારક અશ્વગંધા : રીસર્ચ

- Advertisement -

કોરોના મહામારી વચ્ચે વાયરસને ખતમ કરવા માટે દેશભરમાં અનેક પ્રકારના રીસર્ચ ચાલી રહ્યા છે. ત્યારે હવેથી કોરોનાના દર્દીઓ માટે એન્ટીબોડી કોકટેલ ઇન્જેક્શન ઉપલબ્ધ છે. જે ઘણું અસરકારક છે.કોરોનાના દર્દીઓ આ ઇન્જેક્શનથી જલ્દી સ્વસ્થ થાય છે. ત્યારે રૂ. 60 હજારની કિંમતના મોનોક્લોનલ એન્ટિબોડી કોકટેલ ઇન્જેક્શન માફક અશ્વગંધા પણ તેટલું જ અસરકારક હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

- Advertisement -

વાયરસને શરીરમાં અટકાવતા કોકટેલ ઇન્જેક્શનના એક ડોઝની કિંમત રૂ. 60 હજાર છે અને આ ઇન્જેક્શનની જેમ આયુર્વેદિક અશ્વગંધા પણ કોરોનાવાયરસના વૃદ્ધિદરને અટકાવતો હોવાનો દાવો કરાયો છે. આઇઆઇટી- દિલ્હી અને જાપાનની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ ઇન્ડસ્ટ્રિયલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (AIST)એ આ બાબત સિદ્ધ કરી હોવાનો એક ડોક્ટરનો દાવો છે.

કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલયે કેટલાક દિશાનિર્દેશ જણાવ્યા હતા તેમાં પણ હોમ અઈસોલેશનમાં રહેતા દર્દીઓને અશ્વગંધા ટેબલેટ આપવા અંગે સૂચન કર્યું હતું. જે દર્દીઓને સમાન્ય લક્ષણો જણાતા હોય તેમને આયુષ-64, અશ્વગંધા જેવી ટેબલેટ આપવાથી ઘણો ફાયદો થાય છે.

- Advertisement -

આધુનિક તબીબી વિજ્ઞાનમાં મોનોક્લોનલ એન્ટિબોડી કોકટેલ ઇન્જેક્શન કોરોનાવાયરસના એસ-પ્રોટીનને વધતું અટકાવે છે, જેથી વાયરસ શરીરના બીજા કોષોમાં પ્રવેશી શકતો નથી. ત્યારે IIT- દિલ્હી અને જાપાનની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ ઇન્ડસ્ટ્રિયલ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના કહ્યા મુજબ અશ્વગંધામાં ‘વિથેનોન’ નામનું કુદરતી રસાયણ રહેલું છે, જે કોરોનાવાયરસના એમ-પ્રોટીનને ઇનઇફેક્ટિવ કરીને વૃદ્ધિદર અટકાવે છે. અશ્વગંધા તમામ જડીબુટ્ટીઓમાં સૌથી વધુ પ્રખ્યાત છે. અને બજારમાં તે સરળતાથી મળી રહે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular