જામનગર મહાનગરપાલિકાના કમિશનર ટ્રેનિંગમાં જતાં કલેકટરને મ્યુ. કમિશનરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી આગામી તા. 14 જાન્યુઆરી સુધી મસુરી ખાતે ટ્રેનિંગમાં ગયા છે. જેને લઇ જામ્યુકોના કમિશનરનો ચાર્જ કલેકટર ડો. સૌરભ પારઘીને સોંપવામાં આવ્યો છે.