Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયઇંધણ-ખેડૂતો મુદ્દે સંસદમાં ચર્ચા ન થતાં, સંસદની કાર્યવાહી જ મોકૂફ !!

ઇંધણ-ખેડૂતો મુદ્દે સંસદમાં ચર્ચા ન થતાં, સંસદની કાર્યવાહી જ મોકૂફ !!

નાગરિકોના પ્રશ્નો સંસદમાં ન ચર્ચાય, એ કેટલું વાજબી?!

- Advertisement -

સંસદનાં બજેટસત્રનો બીજો તબકકો હંગામા અને હોબાળાનો ભોગ બનતો નજરે પડવા લાગ્યો છે. બુધવારે સતત ત્રીજા દિવસે ઇંધણનાં ભાવ મુદ્દે વિપક્ષોએ ગૃહમાં જોરદાર હોગોકીરો મચાવ્યો હતો અને બન્ને ગૃહોની કાર્યવાહી ચાલી શકી નહોતી. લોકસભા અને રાજયસભામાં વિપક્ષી સદસ્યો ગૃહમધ્યે ધસી જઇને નારાબાજી કરતાં રહ્યા હતાં અને આખરે શોરબકોર વચ્ચે સંસદનાં બન્ને ગૃહોને 15 માર્ચ સુધી સ્થગિત રાખી દેવામાં આવ્યા હતાં.

- Advertisement -

બુધવારે લોકસભાને પહેલા 12.30 વાગ્યા સુધી મોકૂફ રાખવામાં આવી હતી. આ દરમિયાન લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સદનમાં મડાગાંઠ ઉકેલવા તથા ચર્ચા અને સંવાદ માટે વિપક્ષને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે મુલાયમસિંહ યાદવને પણ અપીલ કરી હતી કે તમે સૌથી વરિષ્ઠ નેતા છો અને તેમણે પોતાનાં સદસ્યોને સમજાવવા જોઇએ. જો કે સ્પીકર દ્વારા કરવામાં આવેલ તમામ પ્રયાસો નિરર્થક રહ્યા હતાં અને લોકસભાની કાર્યવાહી 15 માર્ચ સુધી સ્થગિત રાખી દેવામાં આવી હતી.

રાજયસભામાં કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષનાં સાંસદોએ કિસાનો સંબંધિત મુદ્ે તત્કાળ ચર્ચાની માગણી સાથે હંગામો મચાવ્યો હતો. જેને કારણે શૂન્યકાળ ખોરંભાયો હતો અને બુધવારે બપોરે 12 વાગ્યા સુધી કાર્યવાહી શરૂ થઇ શકી નહોતી. શૂન્યકાળ શરૂ થવા સાથે જ વિપક્ષી નેતા મલ્લિકાર્જૂન ખડગેએ કૃષિ કાયદા અને કિસાનો સંબંધિત મુદ્દે ચર્ચા માટે અપાયેલી નોટિસનો ઉલ્લેખ કર્યો હતો. વિપક્ષ તરથી આ મુદ્ે તાત્કાલીક ચર્ચા કરવાનો આગ્રહ છોડવામાં આવ્યો ન હતો.જેને પગલે ગૃહમાં કામ ચાલી શકયું નહોતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular