ફિલ્મ અભિનેતા સલમાનખાન ફરી એકવખત જામનગરના મહેમાન બન્યા છે. ગઇકાલે રાત્રિના સમયે જામનગર એરપોર્ટ પર તેમનું આગમન થયું હતું. સલમાનખાન ઉપરાંત બોલિવુડના ઓરી સહિતના પણ જામનગરમાં આગમન થઇ રહયું છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અનંત અંબાણીનો આજરોજ જન્મદિવસ છે. ત્યારે ફરી એક વખત જામનગરની ભૂમિ ઉપર બોલિવુડના સીતારાઓનું આગમન જોવા મળી રહયું છે. તાજેતરમાં અનંત અંબાણીના પ્રિ-વેડીંગ દરમ્યાન બોલિવુડના અનેક દિગ્ગજ અભિનેતાઓ સહિતના મહાનુભાવો જામનગરના મહેમાન બન્યા હતા. ત્યારે આજરોજ અનંત અંબાણીનો જન્મદિવસ હોય ગઇકાલે મોડી રાત્રે દબંગ, રેડી સહિતની અનેક ફિલ્મોના જાણીતા સુપરસ્ટાર સલમાનખાન ગઇકાલે રાત્રે જામનગર એરપોર્ટ આવી પહોંચ્યા હતા અને રિલાયન્સ જવા રવાના થયા હતા. સલમાનખાન ઉપરાંત ઓરી સહિતના પણ જામનગરના મહેમાન બન્યા છે.