- Advertisement -
કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે રહેતા સોયબ ઈકબાલ પટેલીયા, આરીફ ઈકબાલ પટેલીયા અને તસ્લીમ અમીન પટેલીયા નામના ત્રણ શખ્સોએ કોઈ કારણોસર ઉશ્કેરાઈ જઈને સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મૂળ રહીશ એવા સુનિલભાઈ સરમણભાઈ મકવાણા નામના 22 વર્ષના અનુસુચિત જાતિના યુવાન સાથે તેના પિતરાઈ ભાઈ કલ્પેશ વિનુભાઈને બિભત્સ ગાળો કાઢી, ઢીકા-પાટુનો તથા પાવડા વડે માર માર્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાઈ હતી.
આ પ્રકરણમાં પોલીસે એટ્રોસિટી સહિતનો ગુનો નોંધી, આ પ્રકરણના ઉપરોક્ત ત્રણ આરોપીઓની તપાસનીસ અધિકારી ડી.વાય.એસ.પી. સમીર સારડાએ ધરપકડ કરી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -