જામ્યુકોની મિલકત વેરા શાખા દ્વારા બાકી વેરાની વસુલાતની કામગીરી યથાવત્ રાખવામાં આવી છે. કુલ 30 આસામીઓ પાસેથી રૂા. 6.37 લાખની બાકી વેરાની વસુલાત મિલકતવેરા વિભાગની વસુલાત ટુકડીઓ દ્વારા કરવામાં આવી છે.
વોર્ડ નં.2 માં 3 આસામીઓ પાસેથી રૂ.56,375, વોર્ડ નં.4 માં 1 આસામી પાસેથી રૂ.19,591, વોર્ડ નં.5 માં 7 આસામીઓ પાસેથી રૂ.1,19,367, વોર્ડ નં.9 માં 1 આસામી પાસેથી રૂ.14,760, વોર્ડ નં.10 માં 7 આસામીઓ પાસેથી રૂ.1,37,094, વોર્ડ નં.13માં 5 આસામીઓ પાસેથી રૂ.95,697, વોર્ડ નં.14 માં 1 આસામી પાસેથી રૂ.35,858, વોર્ડ નં.15 માં 2 આસામીઓ પાસેથી રૂ.45,802 અને વોર્ડ નં.17માં 3 આસામીઓ પાસેથી રૂ.1,12,519 સહિત કુલ 30 આસામીઓ પાસેથી કુલ રૂ.6,37,063ની વસુલાત કરવામાં આવી હતી.