જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં ભારતીય જવાનો નું આતંકની વિરૂદ્ધ ઓપરેશન ચાલુ છે. સેનાએ શોપિયાંમાં કાલથી ચાલી રહેલ અથડામણમાં બીજા ત્રણ આતંકીઓને ઠાર કરાયા છે. ગઇકાલે બપોરે શરૂ થયેલી અથડામણમાં કુલ ત્રણ આતંકીઓને સેનાએ મોતને ઘાટ ઉતારી દીધા છે. છેલ્લાં 48 કલાકમાં લગભગ 10 આતંકીઓને ઠાર કરી દીધા છે. તો પુલવામામાં પણ 2 આતંકીઓને ઠાર કરાયા છે. અનંતનાગ જિલ્લામાં પણ સેના અને આતંકીઓની વચ્ચે એક અથડામણ થઇ છે. મળતી માહિતી પ્રમાણે દક્ષિણ કાશ્મીરમા છેલ્લાં 48 કલાકમાં ચાર જગ્યાએ અથડામણ થઇ છે.
ગઇ 9મી એપ્રિલના દિવસે પણ સેના અને આતંકીઓની વચ્ચે શોપિયાંમાં અથડામણ થઇ હતી જે આઠ એપ્રિલના દિવસે શરૂ થઇ હતી. તેમાં આતંકી એક મસ્જિદમાં છુપાઇ ગયા હતા. બીજું એકન્કાઉન્ટર અવંતિપોરાના ત્રાલમાં પણ થયું હતું. તેમાં પણ બે આતંકીઓ મરી ગાય હતા. મરેલા આતંકીઓમાં અંસાર ગજવત-ઉલ-હિન્દ ચીફ ઇમ્તિયાઝ શાહ પણ હતા. ઇમ્તિયાઝ શાહના મર્યાની પુષ્ટિ કાશ્મીર ઝોનના આઇજીએ પણ કરી હતી. આ અથડામણમાં સેનાના ચાર જવાન પણ ઘાયલ થયા હતા. જો કે ઘાયલ જવાનોને ઘાયલ મામૂલી ઇજા પહોંચી છે.