Tuesday, December 24, 2024
Homeરાજ્યગુજરાત89માંથી 65 બેઠકો જીતવાનો અર્જુન મોઢવાડિયાનો દાવો

89માંથી 65 બેઠકો જીતવાનો અર્જુન મોઢવાડિયાનો દાવો

- Advertisement -

ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાનું મતદાન પુર્ણ થયા બાદ કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાએ પત્રકાર પરિષદ જણાવ્યું કે જનતાએ ભાજપના નકલી મુદ્દાઓના આધારે નહી પરંતુ અસલી મુદ્દાના આધારે મતદાન કર્યું છે.

- Advertisement -

 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન થઈ ચુક્યું છે. અને અપેક્ષા કરતાં ઓછા મતદાન થતાં અનેક રાજકીય પક્ષોની ચિંતાનો વ્યાપી ગઈ છે. અને આગામી 5 પાંચમી ડિસેમ્બરે બીજા તબક્કાની ચૂંટણીમાં વધુ સીટ મેળવવા એટીચોટીનું જોર લગાવી રહ્યા છે. જ્યારે બીજા તબક્કા માટે સત્તાધારી પક્ષ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના કેન્દ્રિય ટીમનો જોરશોરથી પ્રચાર કરી રહ્યાં છે. આ પહેલા તબક્કાના મતદાન બાદ કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં અર્જુન મોઢવાડિયા જણાવ્યું કે, પહેલા તબક્કાની 89 માંથી 65થી વધુ બેઠકો કોંગ્રેસ જીતશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન બાદ કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, ભાજપ મુદ્દા ભટકવવા વડાપ્રધાન સહીતના ભાજપના મોટા નેતાઓએ ગુજરાતમા ધામા નાખ્યા છે અને આ નવેમ્બરના 9 દિવસમાં વડાપ્રધાને 22 કાર્યક્રમ યોજ્યા છે. જનતાએ ભાજપના નકલી મુદાઓના આધારે નહી પરંતુ અસલી મુદ્દાના આધારે મતદાન કર્યું છે. તેમણે વધુમાં જણાવતાં કહ્યું કે, ગુજરાતની જનતા આ વખતે મક્કમ રહી છે તેમજ ભાજપના કાર્યકરો સંપૂર્ણ પણે નિષ્ફળ રહ્યા છે. કોંગ્રેસના કાર્યકરોની મહેનત જીત અપાવી છે.

- Advertisement -

કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાએ દાવો કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાની 89 બેઠકોમાંથી 65થી વધુ બેઠકો કોંગ્રેસ જીતશે, ભાજપે સોશિયલ મીડિયામાં હાઊ ઉભો કર્યો છે. અને તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે, આપની એક પણ બેઠક પર ડિપોઝીટ પણ પરત નહી મળે અને અમે અમારી સરકાર બનાવવા જઈ રહ્યા છીએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular