Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાત60 વર્ષથી ઓછી ઉંમરના છો?: કોરોના તમને પકડી શકે છે !

60 વર્ષથી ઓછી ઉંમરના છો?: કોરોના તમને પકડી શકે છે !

કોરોનાની વર્તમાન સ્થિતિ ગુજરાતમાં યુવાનો માટે ઘાતક: પહેલી એપ્રિલ થી અત્યાર સુધીમાં જે મૃત્યુ નોંધાયા તેમાં 58% મૃત્યુ 60 વર્ષથી નીચેના

- Advertisement -

સમગ્ર દેશની સાથે સાથે ગુજરાતમાં 45+ અને 18+ નું વેક્સિનેશન ચાલુ છે. સામાન્ય માન્યતા એવી છે કે, 45+ને વેક્સિન પ્રથમ આપવી જોઇએ. કારણ કે, તેઓ સ્વસ્થ અને વધુ રોગપ્રતિકાર શકિત ધરાવતા હોતા નથી. તેમજ આ ઉંમરના ઘણાં બધાં લોકો કો-મોર્બિડ હોય છે.

ગુજરાતમાં કોરોનાનો વર્તમાન પ્રહાર 60 વર્ષથી નીચેના લોકો માટે ઘાતક પૂરવાર થઇ રહ્યો છે. પાછલાં દોઢેક મહિનામાં જે મોત ગુજરાતમાં કોરોના દર્દીઓમાં નોંધાયા છે. તે પૈકી 58% મૃતકો 60 વર્ષથી નીચેના હોવાનું આંકડાઓ જણાવે છે. માર્ચ 2020થી એપ્રિલ 2021 સુધીમાં આ આંકડો 40%નો હતો. જે પહેલી એપ્રિલ પછી અચાનક વધી ગયો છે.

અગાઉ આ આંકડો 1803 હતો તે એપ્રિલ પછી વધીને 2263 થઇ ગયો છે. આ વધારો અંદાજે 25% છે. તેની સામે વરિષ્ઠ નાગરીકોમાં મોતનું પ્રમાણ 41% છે. નિષ્ણાંતો એમ કહે છે કે, વરિષ્ટ નાગરિકોને મોટાં પ્રમાણમાં રસીઓ મળી હોય આ વર્ગમાં સુરક્ષિતતાનું પ્રમાણ વધ્યું છે. બીજી બાજુ એપ્રિલ પછી યુવાન વસ્તીમાં વાયરલ લોડ વધ્યો છે.

મૃત્યુની સૌથી વધુ સંભાવના 45-59ના ગ્રુપમાં છે. આ જુથમાં મૃત્યુનો દર 37.7 % છે. અગાઉ 60 થી 75 ની વયજૂથમાં લોકોમાં મૃત્યુનો દર 45.2% હતો. હાલના સમયમાં 30થી 44 ની વયજૂથના લોકોનો મૃત્યુદર 18% થયો છે. જે અગાઉના સમયમાં 7.8% હતો. 15થી 29 ની વયજૂથના લોકોમાં અગાઉ મૃત્યુદર 1.3% હતો તે બમણો થઇ 2.7% થઇ ગયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular