અમેરિકા અને યુકે સહિત પાંચ દેશોની કોર્ટે કેઇર્ન એનર્જીને 1.4 અબજ ડોલર પરત કરવાના આર્બિટ્રેશન એવોર્ડને માન્યતા આપી છે. આના પગલે હવે જો ભારત ચૂકવણી ન કરે તો બ્રિટિશ કંપની ભારતીય એસેટ્સને જપ્ત કરે તેવી સંભાવના છે. કેઇર્ન એનર્જી ભારત સામેના 1.4 અબજ ડોલરના આર્બિટ્રેશનના ચુકાદાનો અમલ કરાવવા માટે નવ દેશોની કોર્ટમાં ગયું છે. તેમા કંપનીએ પશ્ચાદવર્તી અસરથી અમલી બનાવવામાં આવેલા મૂડીનફા વેરાના વિવાદનો કેસ જીત્યો હતો.
નેધરલેન્ડની પર્મેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશનની ત્રણ સભ્યોની પેનલે 21 ડિસેમ્બરે આપેલા ચુકાદાને અમેરિકા, યુકે, હોલેન્ડ, કેનેડા અને ફ્રાન્સની કોર્ટે પમ સમર્થન આપ્યું છે, એમ આ અંગે જાણકારી ધરાવતા ત્રણ જણાએ જણાવ્યું હતું. કેઇર્ને સિંગાપોર, જાપાન, અમેરિકા અને કેમેન ટાપુઓ પર આ કેસ નોંધાવીને પ્રક્રિયાનો પ્રારંભ કર્યો છે, એમ તેઓએ જણાવ્યું હતું. કેઇર્ન એનર્જીએ 1.4 અબજ ડોલરની ચૂકવણી કરવાની ભારતને ફરજ પાડવાનો કેસ અમેરિકામાં ફાઇલ કર્યો છે. વાસ્તવમાં આ ચુકાદાની નોંધણી કરાવવી જ તે સરકાર દ્વારા ચૂકવણી ન કરાય તો તેને અમલીકરણની ફરજ પાડવાની દિશામાં લેવાયેલું પગલું છે.
એક વખત કોર્ટ આ પ્રકારનો ચુકાદો આપે તો કંપની કોઈપણ સરકારી એસેટ્સ જેવી કે બેન્ક ખાતાઓ, સરકારી એકમોને ચૂકવણીઓ, એરોપ્લેન અને વહાણો જે તેના અધિકાર ક્ષેત્રમાં આવતું હોય તે જપ્ત કરીને નાણ મેળવી શકે છે, એમ તેઓએ જણાવ્યું હતું. સરકારે કેઇર્નના ચુકાદા અંગે સીધી કોઈ વાત કરી ન હતી પરંતુ નાણાપ્રધાન નિર્મલા સીતારામને ગયા સપ્તાહે નિર્દેશ કર્યો હતો કે તે કેર્નના શેરધારકોની સમક્ષ અપીલ કરશે, જેમા વિશ્વની ટોચની નાણા સંસ્થાઓ છે. તેઓ ઇચ્છે છે કે જો નવી દિલ્હી ચૂકવણી કરવામાં નિષ્ફળ જાય તો કંપનીએ તેનું અમલીકરણ કરાવવાના પગલાં લે.
કેઇર્ને રવિવારે જણાવ્યું હતું કે તે યુકે અને અમેરિકાના શેરધારકો સાથે આ સપ્તાહે બેઠક યોજશે અને તેમા આંતરરાષ્ટ્રીય આર્બિટ્રેશન એવોર્ડ તેના એજન્ડામાં ટોચ પર છે. ગયા મહિને કંપનીના અધિકારીઓ ભારત સરકરાને મળ્યા હતા અને શેરધારકોના હિતોનું રક્ષણ કરવા માટે જરૂરી બધા પગલે લેશે તેમ જણાવ્યું હતું. ટ્રિબ્યુનલે 21 ડિસેમ્બરના રોજ આદેશ આપ્યો હતો કે સરકારે તેના પગલાં દ્વારા યુકે સાથેની રોકાણ સંધિનો ભંગ કર્યો છે અને તેના લીધે તે તેના જપ્ત કરાયેલા અને વેચી દેવાયેલા શેરો, જપ્ત કરાયેલું ડિવિડન્ડ અને ટેક્સ રિફંડ પરત કરવા જવાબદાર છે.
ભારતે 10,247 કરોડની કર માંગ પેટે આટલું જપ્ત કર્યુ હતુ. સરકાર કદાચ 1.4 અબજ ડોલરની ચૂકવણી પેટે કેઇર્નને ઓઇલ ફિલ્ડ આપી શકે કેઇર્નનો ચુકાદો ત્રણેય ન્યાયાધીશોએ સર્વાનુમતે આપ્યો હતો. ભારત સરકારે જો કેઇર્નને આ પ્રકારની ચૂકવણી કરવામાં આવે તો તે તેને ભારતના કેટલાક ઓઇલ ફિલ્ડ આપી શકે છે.