Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજેસીઆઈ જામનગરના તત્કાલીન પ્રેસિડેન્ટની ઝોન વાઇસ પ્રેસિડેન્ટ તરીકે વરણી

જેસીઆઈ જામનગરના તત્કાલીન પ્રેસિડેન્ટની ઝોન વાઇસ પ્રેસિડેન્ટ તરીકે વરણી

- Advertisement -

તાજેતરમાં જેસીઆઈ જામનગર દ્વારા ચોટીલા પાસે લોર્ડ્સ રિસોર્ટ ખાતે વર્ષ 2022 ની ઝોન કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝોન કોન્ફરન્સમાં વર્ષ 2023 માટેના ઝોન ગવર્નિંગ બોર્ડ મેમ્બરના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં જેસીઆઇ જામનગર તત્કાલીન કૃણાલ સોનીની ઝોેન 7 ના વાઈસ પ્રેસિડેન્ટના પદે વરણી કરવામાં આવી હતી. જેમાં ઝોન પ્રેસિડેન્ટ જેસી જીમિલ હેબતપુરિયા દ્વારા જે એફ એમ કૃણાલ સોનીને ઝોન વાઇસ પ્રેસિડેન્ટ તરીકેના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ તકે જે એફ એમ કૃણાલ સોની દ્વારા આ પદ સોેંપવા બદલ ઝોનના લીડર જે એફ એસ ભરતકાકા, પાસ્ટ ઝોન પ્રેસિડન્ટ પીપીપી હિતુલ કારિયા, જેસીઆઈ સેનેટર હાર્દિક કાપડિયા, આઇપી ઝેડપી જેસી સમીર જાની, લોમ લીડર જેસી મનીષ રાયઠઠા, ગેલેક્સી ઓફ પાસ ઝોન પ્રેસિડેન્ટ, કી જેસેસ ઓફ ધ ઝોન તથા જેસીઆઈ જામનગરના લોમ પ્રેસિડેન્ટ જેસી જીગ્નેશ ચાંગાણી, લો મેમ્બર્સ તેમજ જેસીઆઈ જામનગરના પાસ્ટ પ્રમુખ જેસી વિપુલભાઈ કોટક, જેસી નીરજભાઈ દતાણી, જેસી હિમાંશુ જેઠવા, જેસી રજનીકાંત સોની અને ગેલેક્સી ઓફ પાસ પ્રેસિડેન્ટનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ વર્ષ 2023 માં ઝોનને એક નવી ઊંચાઈ એ લઈ જવાનું વચન આપ્યું હતું. આ તકે જેસીઆઇ જામનગરની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular