કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ સમિતિઓની રચના કરવામાં આવતી હોય છે. જ્યારે હાલારના સાંસદ પૂનમબેન માડમની પણ કેન્દ્ર સરકાર દ્વારા સમિતિમાં નિમણૂંક કરવામાં આવી છે.
કેન્દ્ર સરકાર દ્વારા મલ્ટી સ્ટેટ કો. ઓપરેટીવ સોસાયટીઝ સુધારા બિલ અને જન વિશ્ર્વાસ જોગવાઇઓ સુધારા બિલની સંયુક્ત સમિતિ બનાવાઇ છે. આ સમિતિમાં હાલારના સાંસદ પૂનમબેન માડમની કેન્દ્ર સરકાર દ્વારા નિમણૂંક કરવામાં આવી છે. આ સમિતિમાં હાલારના સાંસદની વરણી થતાં ભાજપામાં ખુશીનો માહોલ છવાયો હતો અને સાંસદને અભિનંદન પાઠવાયા હતાં.


