ઓબ્ઝર્વર જામનગર સર્કિટ હાઉસ ખાતે સવારે 10.30 થી 11.30 કલાક દરમિયાન નાગરિકોને રૂબરૂ મળશે
ખબર-જામનગર
વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022ની જાહેરાત થતાં આદર્શ આચારસંહિતા અમલી છે. નિષ્પક્ષ, ન્યાયી અને મુક્ત રીતે ચૂંટણી પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીપંચના દિશાનિર્દેશ મુજબ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરુપે જામનગર જિલ્લાની 80-જામજોધપુર વિધાનસભા બેઠક માટે રાય મહિમાપત રે, ની જનરલ ઓબ્ઝર્વર તરીકે નિમણુક કરવામાં આવી છે.
જિલ્લાના આ મતવિસ્તારમાં ચૂંટણીને લગતી કોઈ પણ ફરિયાદ કે રજૂઆત નાગરિકો તેમને રૂબરૂ મળીને કરી શકે છે અથવા તેમના મોબાઈલ નં. 6357484343 ઉ5ર સંપર્ક કરી શકાશે. રાય મહિમાપત રે, જામનગર સર્કિટ હાઉસ, બીજા માળે, 10.30 થી 11.30 કલાક દરમિયાન નાગરિકોને રૂબરૂ મળી શકશે.