ગાઝિયાબાદના ડાસના દેવી મંદિરના સંત નર્ષિહાનનંદ સરસ્વતી વિરુદ્ધ મુસ્લિમ બિરાદરોમાંથી મારી નાખવાના ફતવાઓ બહાર પડ્યા છે અને આ સંતની હત્યા માટે 300 કરોડનું ઈનામ 5ણ રાખેલ છે તેમજ આ સંત વિરુધ્ધ ગુજરાતના અનેક જિલ્લાઓમાં અમુક મુસ્લિમ બિરાદરોના લોકોએ દેખાવો કર્યા છે જેમાં જામનગરમાં રામનવમીના દિવસે દેખાવો કરવામાં આવ્યા હતાં. સંત યતિ નર્સિહાનંદ સરસ્વતીના પોસ્ટર જામનગરના પટણીવાડ જેવા વિસ્તારના મુખ્ય રસ્તાઓ પર સંતના પોસ્ટર ચિપકાવી તેના પર ચપલ પહેરી ચાલી અપમાન કરી હિન્દુ ધાર્મિક લાગણી દુભાવવાનો જાણી જોઈને પ્રયત્ન કરેલ છે.
હિન્દુ ઓના શ્રદ્ધા કેન્દ્ર એવા સંતોનું અપમાન કરનાર જેહાદી માનસિકતા ધરાવનાર આવા મુસ્લિમ તત્વો સામે તાત્કાલિક ધોરણે કાયદાકીય પગલાં લેવા જામનગરના પોલીસવડા દીપેન ભદ્રા પાસે હિન્દુ સેના માંગણી કરવામાં આવી છે તેમજ આવા હિન્દુ વિરોધી જિહદી વિચારધારા તત્વો ને ખુલ્લા પાડી સબક શીખવવા માંગણી કરી છે.
જામનગરનો પટણીવાડ હિંદુઓના લીધે ચાલી રહયો છે ને આજે એ જ હિંદુઓના સંતોની ગર્દનો ઉતારી દેવાના પોસ્ટરો લગાડવામાં આવી રહયા છે ત્યારે આવા વિસ્તારોમાં ખાવાનું બંધ કરી કાયદાકીય કાર્યવાહી કરવા તેમજ જરૂર પડયે આંદોલનની ચિમકી ઉચ્ચારવા ગુજરાત હિન્દુ સેના પ્રમુખ પ્રતિક ભટ્ટે માંગણી કરી છે.
જામનગરમાં સંતના પોસ્ટર લગાડનારાઓ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ
જામનગરના પાંચ હાટડી વિસ્તારમાં ગુજરાતના સંતના પોસ્ટરો ચોટાડી ધાર્મિક લાગણી દુભાવવાના મામલે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરના પાંચ હાટડી ચોકથી ભોયવાડા તરફ જતા માર્ગ પર ગુજરાતના સંત નર્ષિહાનનંદ સરસ્વતી મારાજના વિવિધ પોસ્ટરો લગાડવામાં આવ્યાં હતાં અને ઈરાદાપૂર્વક કરવામાં આવેલા આ કૃત્યથી હિન્દુની ધર્મના લોકોની લાગણી દુભાઈ છે અને આવા કૃત્ય કરી ધર્મનું અપમાન કરનાર અજાણ્યા શખ્સો વિરૂધ્ધ જામનગરના રવિ જેઠવા દ્વારા સિટી એ પોલીસ સ્ટેશનમાં વિધિવત પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેના આધારે આ બનાવની પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફે સંતના પોસ્ટર લગાડી ધાર્મિક લાગણી દુભાડનારા શખ્સોની શોધખોળ આરંભી છે.