હોસ્પિટલોમાં કોરોનાને કારણે દરરોજ હજારો દર્દીઓના મૃત્યુ થઇ રહ્યા છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં હોસ્પિટલમાં પણ આવી અનેક ઘટનાઓ બની છે જેના કારણે દર્દીઓના મોત થઇ રહ્યા છે. કોરોનાની મહામારી વચ્ચે દેશની અનેક હોસ્પિટલોમાં આગ લાગવાનો સિલસિલો યથાવત છે. ત્યારે આજે રોજ આવી વધુ એક ઘટના સામે આવી છે. મહારાષ્ટ્રના થાણેના મુંબ્રાની પ્રાઈમ ક્રિટિકેર હોસ્પિટલમાં આગ લાગી હતી. આજે વહેલી સવારે 03:40 કલાકે આગ લાગી હતી. જેમાં 4દર્દીઓના મૃત્યુ નીપજ્યા છે.
દેશ કોરોનાની મહામારીથી છૂટકારો મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે તેવામાં આજે સવારે 3:40 કલાકે મહારાષ્ટ્રના થાણેમાં મુંબ્રાના કૌસા સ્થિત પ્રાઇમ ક્રિટિકર હોસ્પિટલમાં આગ લાગવાથી દર્દીઓને અન્ય જગ્યાએ શિફ્ટ કરતી વખતે ચાર દર્દીઓના મૃત્યુ થયા છે. અધિકારીઓએ આ ઘટના અંગે માહિતી આપી છે કે 20 થી વધુ દર્દીઓને વિવિધ વોર્ડમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જે 4 દર્દીઓના મૃત્યુ થયા છે તે આગ લાગવાથી નહી પરંતુ અન્ય જગ્યાએ શીફટીંગ કરતી વખતે થયા છે.
હોસ્પિટલના પહેલા માળે આગ લાગતા એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડ સહીત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો. અને આગને કાબુમાં લીધી હતી. હોસ્પિટલમાં કુલ 20 દર્દીઓ હતા તે પૈકી 6દર્દીઓ આઈસીયુમાં સારવાર લઇ રહ્યા હતા તેઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા હતા તે દરમિયાન 4દર્દીઓના મૃત્યુ નીપજ્યા હતા. મૃતકોમાં યાસ્મીન સૈયદ (46), નવાબ શેખ (47), હલીમા સલમાની (70) તથા હરીશ સોનવણે (57) નો સમાવેશ થાય છે.
જો કે હોસ્પિટલમાં અગ લાગવાની અ ઘટના પ્રથમ વખત નથી ગુજરાત સહીત દેશની ઘણી હોસ્પિટલોમાં વિવિધ કારણોસર સર આગ લાગવાથી દર્દીઓના મૃત્યુ નીપજ્યા છે.