Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરઆગની દુર્ઘટના અટકાવવા ફાયર બ્રિગેડની વધુ એક મોકડ્રીલ

આગની દુર્ઘટના અટકાવવા ફાયર બ્રિગેડની વધુ એક મોકડ્રીલ

- Advertisement -

રાજ્યની જુદી જુદી હોસ્પિટલોમાં ઘટેલી આગની દુર્ઘટનાના પગલે સતર્ક બનેલા તંત્ર દ્વારા આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે નિયમિત રીતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત જામનગરની જી.જી. હોસ્પિટલની નવી બિલ્ડીંગમાં આજે જામનગરની ફાયર બ્રિગેડ દ્વારા આગની દુર્ઘટના અંગે મોકડ્રીલ યોજવામાં આવી હતી. હોસ્પિટલના પહેલા માળે આગ લાગી હોવાનો કોલ વહેતો કરીને આ મોકડ્રીલને અંજામ આપવામાં આવ્યો હતો. ફાયર ફાયટરો તેમજ ફાયરના જવાનોએ તાબડતોબ હોસ્પિટલે પહોંચી જઇને આગને કાબુમાં લેવાની મોકડ્રીલ સફળતાપૂર્વક પાર પાડી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular