Monday, December 23, 2024
Homeરાજ્યહાલારખંભાળિયામાં વ્યાજખોરી અંગે વધુ એક ફરિયાદ

ખંભાળિયામાં વ્યાજખોરી અંગે વધુ એક ફરિયાદ

દસ ટકા વ્યાજ વસૂલવા સબબ બે શખ્સો સામે ગુનો

- Advertisement -

ખંભાળિયાના તિરૂપતિ સોસાયટી વિસ્તારમાં રહેતા ભાવેશગર અરવિંદગર ગોસ્વામી નામના 32 વર્ષના બાવાજી યુવાને અત્રે યોગેશ્વર નગર વિસ્તારમાં રહેતા પરબત વિક્રમ ભોચીયા તથા વિપુલ નામના એક શખ્સ પાસેથી 28 મે 2022 ના રોજ રૂપિયા સવા લાખની રોકડ રકમ વ્યાજે લીધી હતી. જેનું માસિક વ્યાજ 10 ટકા નક્કી કરવામાં આવ્યું હતું.
આ પ્રકરણમાં ભાવેશગર ગોસ્વામીએ આરોપીઓને ઉપરોક્ત બંને શખ્સોને વ્યાજ પેટે રૂપિયા એક લાખ ભરી દીધા હોવા છતાં પણ બંને શખ્સો દ્વારા ફરિયાદી ભાવેશગર પાસેથી વધુ રોકડ રકમની માંગણી કરી, પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. એટલું જ નહીં, ફરિયાદીના ચેક ઉપર રૂ. ત્રણ લાખની રકમ લખાવી લઈ અને તેમના અત્રે બરછા પાડામાં આવેલા મકાન અંગેનું લખાણ પણ કરાવી લીધું હતું.

- Advertisement -

આરોપી શખ્સોએ ફરિયાદી ભાવેશગરને ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકીઓ આપી, બળજબરીપૂર્વક મકાનનું લખાણ કરાવી લઈ અને ચેક પરત ન આપતા લાયસન્સ વગર દસ ટકા સુધી વ્યાજ વસૂલ કરી, તેમનું મકાન પચાવી પાડવાની કોશિશ કરવા અંગેની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસ આઈ.પી.સી. કલમ 384, 504, 506 (2), 114 તથા ધ મની લેન્ડર્સ એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular