Tuesday, March 24, 2026
Homeરાજ્યહાલારઓખાની સસ્પેન્ડેડ ફિશિંગ બોટ પ્રકરણમાં વધુ એક માછીમાર સામે નોંધાયો ગુનો

ઓખાની સસ્પેન્ડેડ ફિશિંગ બોટ પ્રકરણમાં વધુ એક માછીમાર સામે નોંધાયો ગુનો

માછીમારી બોટ અન્ય રજીસ્ટ્રેશન નંબરથી ચલાવાતી હતી

ઓખાની સસ્પેન્ડ ફિશિંગ બોટમાં અન્ય બોટના રજિસ્ટ્રેશન નંબર લગાડી કરાતી ગેરકાયદેર માછીમારી સંદર્ભે ગુનો નોંધાયા બાદ વધુ એક માછીમાર સામે ગેરકાયદેસર માછીમારી સબબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કોબ ગામ ખાતે રહેતા ભરત પાંચાભાઈ હીરાભાઈ ભાલીયા નામના 29 વર્ષના માછીમાર યુવાનની ગુરુકુપા નામની બોટ કે જે થોડા સમય પૂર્વે આઈ.એમ.બી.એલ. ઉપર માછીમારી કરતાં પકડાઈ ગઈ હોવાથી આ બોટનું રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. પરંતુ ઉપરોક્ત શખ્સ દ્વારા “અલ ફલાહ” નામની અન્ય એક ભાગીદારીની ફિશિંગ બોટના રજીસ્ટ્રેશનના કાગળોનો ઉપયોગ કરી, અને તેનું ઓનલાઇન ટોકન મેળવ્યું હતું.

- Advertisement -

આ ટોકનના આધારે દરિયામાં છેલ્લા ત્રણેક માસથી ફિશિંગ કરવા જતા એસ.ઓ.જી. પોલીસે તેને ઝડપી લઇ, રૂપિયા 22 લાખની કિંમતની માછીમારી બોટ કબજે કરી, ઉપરોક્ત શખ્સ સામે બી.એન.એસ. તેમજ ફિશરીઝ એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી.

ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામ નજીક આવેલી નયારા જેટી પાસેથી ફિશરીઝ વિભાગનું ઓનલાઈન ટોકન મેળવ્યા વગર તેમજ હોડીના રજીસ્ટ્રેશનના કાગળો સાથે રાખ્યા વગર માછીમારી કરવા ગયેલા નાના આંબલા ગામના સદ્દામ હાસમ સંઘાર નામના 30 વર્ષના માછીમાર યુવાન સામે વાડીનાર મરીન પોલીસે ગુજરાત ફિશરીઝ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular