Saturday, December 21, 2024
Homeરાજ્યબાલંભામાં ઉપસરપંચની હત્યા પ્રકરણનો વધુ એક આરોપી ઝડપાયા

બાલંભામાં ઉપસરપંચની હત્યા પ્રકરણનો વધુ એક આરોપી ઝડપાયા

એસઓજીની ટીમે બાતમીના આધારે ભચાઉ જિલ્લામાંથી દબોચ્યો : અગાઉ એક આરોપીની ધરપકડ થઈ હતી

- Advertisement -

જોડિયા તાલુકાના બાલંભા ગામમાં ઉપસરપંચની રેતીની લીઝ મામલે નિપજાવેલી હત્યાના બનાવમાં એસઓજીની ટીમે વધુ એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ આરંભી હતી.

આ અંગેની વિગત મુજબ, જોડિયા તાલુકાના બાલંભા ગામના ઉપસરપંચ ઉપર ધડાધડ ફાયરીંગ કરી હત્યા નિપજાવ્યાના પ્રકરણમાં પોલીસે અગાઉ એક આરોપીની ધરપકડ કરી હતી દરમિયાન એસઓજીની ટીમને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચની પીઆઈ એસ.એસ. નિનામા અને કે.જી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીઆઈ એસ. એસ. નિનામા તથા આર.વી. વીંછી, વી.કે.ગઢવી, એએસઆઈ હિતેશભાઈ ચાવડા, જ્ઞાનદેવસિંહ જાડેજા, ચંદ્રસિંહ ઝાલા, હેકો અનિરૂધ્ધસિંહ ઝાલા, હિતેશભાઈ ચાવડા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા, મયુદીન સૈયદ, રમેશભાઈ ચાવડા, અરજણભાઈ કોડીયાતર, દિનેશભાઈ સાગઠીયા, રાયદેભાઇ ગાગીયા, દોલતસિંહ જાડેજા, પ્રદીપભાઈ આશા, સંદીપભાઈ ચુડાસમા, હર્ષદભાઈ ડોરિયા, પોકો સોયબભાઈ મકવા, સંજયભાઈ પરમાર, રવિભાઈ બુજડ, લાલુભા જાડેજા, મહિલા પોકો પ્રિયંકાબેન ગઢીયા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બાલાસરા સહિતના સ્ટાફે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના નાના ચીરાઈ ગામેથી ગફુર અલ્લારખા ઉર્ફે બાવલા જુણેજા નામના શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular